મોડાસામાં માનવતા ભૂલાઈ : ઘરનું ભાડુ ન ચૂકવી શકનાર ભાડુઆતને મકાન માલિક ઘરમાં પૂરી જતો રહ્યો

News18 Gujarati
Updated: May 25, 2020, 12:42 PM IST
મોડાસામાં માનવતા ભૂલાઈ : ઘરનું ભાડુ ન ચૂકવી શકનાર ભાડુઆતને મકાન માલિક ઘરમાં પૂરી જતો રહ્યો
ઘરમાં કેદ સભ્યો.

મકાન માલિકનો પૌત્ર ભાડુઆતના ચાર સભ્યોને ઘરમાં બંધ કરી ઉપરથી તાળું મારીને જતો રહ્યો, કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં.

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લી : આજે મુસ્લિમોના પવિત્ર તહેવાર ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી ચાલી રહી છે. આ સમયે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માનવતા અને સંવેદના ભૂલાઈ ગઈ હોય તેવો બનાવ સામે આવ્યો છે. અહીં એક મકાન માલિકે તેના ભાડુઆતે પૂરું ભાડું ન ચૂકવતા તેમને ઘરમાં જ બંધ કરી દીધા હતા. મકાન માલિક ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ઉપર તાળું મારીને ભાગી ગયો હતો. એક તરફ કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે અનેક લોકોને બે ટંક ખાવાના ફાંફા પડી રહ્યા છે. સરકાર તરફથી પણ અપીલ કરવામાં આવી છે કે આવા કપરા સમયમાં કોઈ પણ મકાન માલિક તેમના ભાડુઆતને મકાન ખાલી ન કરાવે અને ભાડાના પૈસા માટે દબાણ ન કરે.

મોડાસાની સહારાનગર સોસાયટીમાં આ બનાવ બન્યો છે. અહીં ઘરમાલિક દ્વારા તેના મકાનમાં દોઢ વર્ષથી રહેતા પરિવારને ઘરમાં પૂરી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મકાન માલિકનો પૌત્ર ભાડું લેવા માટે આવ્યો હતો. જોકે, ભાડુઆતે બે હજારના ભાડા સામે ફક્ત એક હજાર આપ્યા હતા. તેમજ બાકીના પૈસા પછી આપવાનું જણાવ્યું હતું. જે બાદમાં મકાન માલિકના પૌત્રએ બહારથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને ઉપર તાળું મારી દીધું હતું. મકાન માલિકના પૌત્રએ આવું કૃત્ય કરતા પરિવારના ચાર સભ્યો અંદર જ બંધ થઈ ગયા હતા.પાડોશીઓએ ભાડું ચૂકવવાની તૈયાર બતાવી

આ ઘટનાની જાણ થતાં પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને તેમણે પૈસા ભેગા કરીને મકાન માલિકના પૌત્રને આપ્યા હતા. જોકે, મકાન માલિકનો પૌત્ર આ પૈસા રસ્તા પર ફેંકીને ભાગી ગયો હતો. બીજી તરફ મકાન માલિકનું કહેવું છે કે તેને આ અંગે કોઈ જ માહિતી નથી. તેમના જમાઇ તરફથી આવું કૃત્ય કરવામાં આવ્યું છે. એવી પણ માહિતી મળી છે કે કે ભાડુઆતના પરિવારમાં ચાર સભ્યો છે. જેમાં મહિલાનો પતિ મજૂરીકામ અને મહિલા ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ પરિવારનું મકાન બની રહ્યું છે. જોકે, લૉકડાઉનને કારણે કામ અટકી ગયું છે. ઈદનો પહેવાર હોવાથી ભાડુઆત પરિવારે મકાન માલિકને આજીજી કરી હતી કે આવું ન કરે.

સોસાયટીના લોકોએ 3,000 એકઠા કર્યાં

મકાન માલિક મોડાસા નગરપાલિકાના પૂર્વ સભાપતિ હોવાનું માલુમ પડ્યું છે. તહેવારના દિવસે પરિવારને ઘરમાં કેદ જોઈને સોસાયટીના લોકો એકઠા થયા હતા અને ત્રણ હજાર રૂપિયા એકઠા કર્યાં હતાં. આ રકમ તેમણે મકાન માલિકના પૌત્રને આપ્યા હતા પરંતુ તેણે આ પૈસા રસ્તા પર ફેંકી દીધા હતા અને બે દિવસમાં મકાન ખાલી કરી દેવાની ધમકી આપી હતી.ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ બાદ તપાસના આદેશ અપાયા

આ મામલે અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘરનું તાળું તોડીને પરિવારને મુક્ત કરાવ્યો હતો. આ ઉપરાંત મકાન માલિક સામે ફરિયાદ કરવી છે કે નહીં તેની પૂછપરછ કરી હતી. બીજી તરફ કલેક્ટર તરફથી આ ઘટનામાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ મામલે ભાજપના સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, "આ પ્રકારની ઘટના ચલાવી લેવામાં નહીં આવે. જેમણે પણ આવું કૃત્ય કર્યું હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દુનિાયમાં ક્યાંક ક્યાંક નિષ્ઠુર લોકો પણ હોય છે. જે માનવતા પર જઈને કામ કરતા હોય છે. આ લોકોને પાઠ ભણાવવો જ જોઇએ."
First published: May 25, 2020, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading