Home /News /north-gujarat /

અરવલ્લીઃ બે પોલીસ કર્મચારીઓ જ કરતા હતા દારુની હેરાફેરી, કારનો અકસ્માત થતાં પોલ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ

અરવલ્લીઃ બે પોલીસ કર્મચારીઓ જ કરતા હતા દારુની હેરાફેરી, કારનો અકસ્માત થતાં પોલ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ

પકડાયેલી કાર અને પોલીસ કર્મચારીઓની તસવીર

ઈમરાનખાન શેખ અને પ્રમોદ પંડ્યા પોતાની કબ્જાની નંબર વગરની હુન્ડાઈ એસેન્ટ ગાડીમાં વિદેશી દારુની 120 બોટલો સગેવગે કરવા જતાં આરોપી શાહરુખ નામનો આરોપી બાઈક વડે પાયલોટીંક કરી રહ્યો હતો.

  હાર્દિક પટેલ, અરવલ્લીઃ અરવલ્લી (Arvalli) જિલ્લામાં કેશાપુર નજીક દારૂભરેલી કાર ખાડામાં ખાબકી હતી. આ ઘટનામાં તપાસ કરતા પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે પકડાયેલા દારૂભરેલા આયશરમાંથી વિદેશી દારુની 120 જેટલી બોટલો ખુદ પોલીસ કર્મચારીઓ જ સગેવગે કરતા હતા. જોકે કાર અકસ્માતનો (car accident ) ભોગ બનતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગે મોડાસા રૂરલ પોલીસે (modasa rural police) બંને પોલીસ કર્મચારીઓ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી હતી. જોકે, ધરપકડની બીકે બંને પોલીસ કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા હતા.

  ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઈમરાનખાન શેખ અને પ્રમોદ પંડ્યા પોતાની કબ્જાની નંબર વગરની હુન્ડાઈ એસેન્ટ ગાડીમાં અરવલ્લી ડી.એસ.પી કચેરી પાછળની બાજુમાં એલ.સી.બી. કચેર નજીર પડેલા આયશર ગાડીમાંથી વિદેશી દારુની 120 બોટલો સગેવગે કરવા જતાં આરોપી શાહરુખ નામનો આરોપી બાઈક વડે પાયલોટીંક કરી રહ્યો હતો. જોકે, કેશાપુર ગામી સીમમાં રોડની સાઈડમાં ગાડી ઉતરી જતા પ્રોહી મુદ્દામાલ તથા એસેન્ટ ગાડી મળી 2.20 લાખરૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

  વધુ મળતી માહિતી પ્રમાણે એલ.સીબી કચેરી નજીક પડેલી આયશર ગાડીમાંતી અરવલ્લી મોડાસા એલ.સી.બી શાખામાં નોકરી કરતા ઇમરાનખાન નજામીયા શેખ તથા પ્રમોદભાઈ સુખદેવભાઈ પંડ્યા બંને જણા નંબર વગરની એસેન્ટ ગાડીમાં અંગ્રેજી દારુ ભરી સગેવગે કરવા જતા હતા. કારનું પાયલોટિંગ મોટર સાઈકલ ઉપર શાહરુખ નામનો માણસ કરતો હતો. આ ગાડી ચારણવાડાથી કેશાપુર ગામ તરફ જતા રોડ ઉપર કેશાપુર ગામની સીમમાં રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. જેના પગલે મોડાસા રૂરલ પોલીસને જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમમે એસેન્ટ ગાડીમાંથી 120 બોટલ વિદેશી દારુ જપ્ત કર્યો હતો.

  આ પણ વાંચોઃ- ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફતેહવાડી નજીક નવજાતને તરછોડનાર નિષ્ઠુર માતા સહિત ચાર ઝડપાયા, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

  ઉલ્લેખનીય છે કે અરવલ્લીમાં પોલીસે દારૂ ભરેલું આઈસર પકડ્યું હતું. જેને મોડાસામાં એસપી ઓફિસના પાછળના ભાગે પાર્ક કરવામાં આવ્યું હતું. જોકે, આઈસરમાંથી દારૂની કેટલીક પેટીઓ એસન્ટ કારમાં નાંખીને શામળાજી તરફ લઈ જવાતો હતો. જોકે, એક જાગૃત નાગરીકને જાણ થતાં કારનો પીછો કર્યો હતો. કાર ચાલકને પોતાની કારનો પીછો થતો હોવાનું જાણ થતાં કારને ફૂલસ્પીડમાં દોડાવી હતી. જોકે, શામળાજી હાઈવે ઉપર ચારણવાડા અને કેસાપુર ગામ વચ્ચે હાઈવે ઉપર વળાંક આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો.  આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! અમદાવાદઃ પરિણીતાએ નવ વાગ્યે જમવાનું તૈયાર ન રાખ્યું, વિફરેલા પતિએ વાળ પકડી ફેંટો મારી

  જેના પગલે કાર રોડની સાઈડમાં ઉતરી ખાડામાં ખાબકી હતી. પકડાઈ જવાના ડરના કારણે કારમાંથી બે લોકો ત્યાંથી ફરાર થયા હતા. આ અંગે જાગૃતનાગરીકે સ્થાનિક પોલીસ, એસપી ઓફિસ સહિતના અધિકારીઓને આ અંગે જાણ કરી હતી.  જેના પગલે મોડારા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને કારમાંથી દારૂનો કબ્જો લીઈને આગળની કાર્યવાહી હાથધરી હતી. કારની ડેકીમાં અને પાછલી સીટમાં દારૂની આશરે 10 પેટીઓ મળી હતી. આ ઉપરાંત કારમાંથી બ્લેક જેકેટ અને છરો મળી આવ્યો હતો.
  Published by:ankit patel
  First published:

  Tags: Latest crime news, અરવલ્લી, ગુજરાત

  આગામી સમાચાર