PM Modi Gujarat Tour: સ્વાગત કરવા આવેલી બાળકીઓ પર પીએમ મોદીએ પુષ્પવર્ષા કરી, રાજ્યની જનતાને આપ્યો મોટો સંદેશ
PM Modi Gujarat Tour: સ્વાગત કરવા આવેલી બાળકીઓ પર પીએમ મોદીએ પુષ્પવર્ષા કરી, રાજ્યની જનતાને આપ્યો મોટો સંદેશ
પીએમ મોદીએ ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી.
PM Modi in Gujarat: વડાપ્રધાન (PM Narendra Modi in Gujarat) અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જવા રવાના થયા છે. જ્યાં તેઓ પહોંચતાની સાથે જ ગાંધીનગર ખાતે અત્યાધુનિક મોનિટરિંગ રૂમમાંથી રાજ્યભરના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, BRC, CRC, TPO, DPEO સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્ર મોદી (PM Modi) ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર વડાપ્રધાનનું રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન (PM Narendra Modi in Gujarat) અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જવા રવાના થયા છે. જ્યાં તેઓ પહોંચતાની સાથે જ ગાંધીનગર ખાતે અત્યાધુનિક મોનિટરિંગ રૂમમાંથી રાજ્યભરના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, BRC, CRC, TPO, DPEO સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ગાંધીનગર ખાતે અત્યાધુનિક મોનિટરિંગ રૂમની તમામ જાણકારી મેળવી હતી અને ત્યાં હાજરી બાળકીઓ જ્યારે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા આવી હતી ત્યારે પીએમ મોદીએ પોતે આ બાળકીઓ પર પુષ્પવર્ષા કરી હતી, આ સાથે જ પીએમ મોદીએ ગુજરાતમાં આવીને બેટી બચાવો, પેટી પઢાઓનો મેસેજ આપ્યો હતો.
પીએમ મોદીએ ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી. પીએમ મોદી આજે ગાંધીનગર સ્થિત શિક્ષણક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ- વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત પહોંચ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરમાં જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી છે તેને PMએ નવું નામ આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું છે. તેઓ આજે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશે. એમાં અંગ્રેજીમાં રાખેલું નામ હવે ગુજરાતીમાં રાખવામાં આવ્યું છે.
જણાવી દઇએ કે, પીએમ મોદી આજે તા. 18 એપ્રિલથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેના ભાગ રૂપે પ્રથમ દિવસે પીએમ મોદી ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે રિયલટાઇમ ઓનલાઇન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રથમવાર રૂબરૂ મુલાકાત લઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર