લોક રક્ષક દળની પરીક્ષા મામલે હાઇકોર્ટમાં પિટીશન, પરીક્ષા રદ કરવાની માંગણી

લોક રક્ષક દળની પરીક્ષા મામલે સર્જાયેલા વિવાદ મામલે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

News18 Gujarati
Updated: January 22, 2019, 6:01 PM IST
લોક રક્ષક દળની પરીક્ષા મામલે હાઇકોર્ટમાં પિટીશન, પરીક્ષા રદ કરવાની માંગણી
લોક રક્ષક દળની પરીક્ષા મામલે સર્જાયેલા વિવાદ મામલે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
News18 Gujarati
Updated: January 22, 2019, 6:01 PM IST
લોક રક્ષક દળની પરીક્ષા મામલે સર્જાયેલા વિવાદ મામલે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પાંચ જેટલા પરીક્ષાર્થીઓ દ્વારા હાઈકોર્ટમાં પરીક્ષા રદ કરવા બે અલગ અલગ પિટીશન દાખલ કરવામાં આવી છે.

બારિયા ગીતાએ 2122 નંબરની પિટીશન દાખલ કરાવી છે. ગીતાને છ ડિસેમ્બરે આપેલ પરીક્ષામાં અધૂરું પેપર આપવામાં આવ્યું હતું. જેથી ન્યાય માટે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બીજી તરફ 2123 નંબરની પિટીશન ચાર પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. જેમણે લોક રક્ષક દળની પરીક્ષા રદ કરી નવેસરથી લેવા માંગણી કરી છે.

આ પણ વાંચો - લોકરક્ષક દળની પરીક્ષામાં ગુપ્તતા ન જળવાઇ, CMOને લેખિતમાં રજૂઆત

તેમનો મત છે કે 6 ડિસેમ્બરે લેવાયેલ પરીક્ષામાં બારકોડ લગાવવામાં આવ્યા ન હતા. જેથી પરીક્ષાની ગુપ્તતા ન જળવાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે અરવલ્લી જીલ્લાના જીલ્લા પંચાયતના સભ્ય કીર્તિ પટેલે પરીક્ષા રદ કરવા સીએમઓ અને પીએમઓને પણ લેખિત રજૂઆત કરી છે. હવે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી પરીક્ષા રદ કરવા માંગણી કરી છે. પત્રમાં કીર્તિ પટેલે લખ્યું કે ફરીથી લેવાયેલી પરીક્ષામાં ગુપ્તતા જળવાઇ નથી. પરીક્ષામાં બારકોડ સ્ટીકરનો ઉપયોગ નહી થતા મોટી ક્ષતિ હતી. પરીક્ષા વિભાગની આ ભૂલને લીધે 9 લાખ ઉમેદવારો સાથે મજાક કરવામાં આવી છે.

પાંચ જેટલા પરીક્ષાર્થીઓ દ્વારા હાઈકોર્ટમાં પરીક્ષા રદ કરવા બે અલગ અલગ પિટીશન દાખલ કરવામાં આવી છે


આ પણ વાંચો - દાહોદ: LRD પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થિની અડધું પેપર કોરૂ મળ્યું
Loading...

ઉલ્લેખનીય છે કે અગાઉ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું. પેપર ફૂટી જતાં 6 જાન્યુઆરીએ ફરી પરીક્ષા યોજાઇ હતી. જોકે ફરીથી યોજાયેલી પરીક્ષામાં વિવાદ થયો છે.
First published: January 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...