મોડાસાની મૃતક યુવતીના પરિવારનો આક્ષેપ, 'લાશ જ્યાં લટકતી હતી ત્યાં કોઇ જાતે ન ચઢી શકે'

Youtube Video

આજે બારમા દિવસે પણ આ તે યુવતીની હત્યા કયા સંજોગોમાં કરવામાં આવી તેની પરથી પડદો હટતો નથી.

 • Share this:
  અરવલ્લી : મોડાસાનાં સાયરા અમરાપુર ગામની 19 વર્ષની યુવતીનું અપહરણ કરીને તેની પર દુષ્કર્મ આચરીને તેની હત્યાનાં અગિયાર દિવસે તેમાં સંડોવાયેલા ચાર આરોપીમાંથી ત્રણ આરોપી યુવાનોએ શનિવારે રાતે સરેન્ડર કરી દીધું છે. પરંતુ આજે બારમા દિવસે પણ આ તે યુવતીની હત્યા કયા સંજોગોમાં કરવામાં આવી તેની પરથી પડદો હટતો નથી. ત્યારે આ દીકરીનાં સમાજનાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ લોકોએ આજે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. તેમણે આ કેસમાં સંડોવાયેલા લોકો સાથે પણ ઉગ્ર ચર્ચા કરી હતી.

  'મૃતકનાં પરિવારમાંથી કોઇ વધારે ફરિયાદ કરે'

  મોડાસાનાં ડીવાયએસપી, એસ. એસ. ગઢવીએ આ કેસમાં જણાવ્યું કે, 'ફરિયાદ અને ફરિયાદીની બહેનનાં નિવેદન સિવાય અમારી પાસે કોઇ અન્યનાં નિવેદનો નોંધાયા નથી. જો તેમના પરિવારમાંથી અન્ય નિવેદનો આપવામાં આવે તો અમારી કાર્યવાહી આગળ ચાલે. અમે મૃતક યુવતીનાં મેડિકલ તપાસ કરાવવા માટે આપી દીધા છે. મારી સામે પણ સમાજ કે પરિવારને કોઇપણ ફરિયાદ હોય તો તેની પણ તેઓ મારા ઉપરી કે મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકે છે. મેં જે કંઇ કર્યું છું તે બધું જ કાગળ પર છે. અમે સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી છે.'

  આ પણ વાંચો : અરવલ્લી : યુવતીનાં મોત મામલે આખરે ત્રણ આરોપીઓનું સરેન્ડર, એક ફરાર

  'પોલીસ સાહેબ ગોળ ગોળ વાતો કરે છે'

  આ અંગે મૃતકનાં પરિવારે આક્ષેપ કરતાં કહ્યું કે, 'એસ પી સાહેબ, ગોળ ગોળ વાત કરે છે તેઓ કોઇ નિવેદન આપવા તૈયાર નથી. એક છાપામાં અમે વાંચ્યું કે, તેમણે કહ્યું છે કે, આ દીકરીનું ગળેફાંસો ખાઇને મોત થયું છે. તેને શરીર પર કોઇ ફ્રેક્ચર નથી કે તેની સાથે કોઇ કામ કરવામાં આવ્યું નથી. રિપોર્ટ હજી આવ્યો નથી તો તેઓ કયા આધારે આ બધું કહે છે? દીકરી જ્યાં લટકી છે ત્યાં શક્ય નથી કે કોઇ દીકરી તે ઝાડ પર ચઢી શકે અને રાતનાં અંધારામાં લટકી શકે. હવે અમને ન્યાય જોઇએ છે.'

  'વારંવાર રજૂઆત છતાં પોલીસે ગુમની ફરિયાદ કેમ નોંધી ન હતી?'

  ઘેરાવ કરવા આવેલા અન્ય એક મહિલાનાં આરોપમાં જણાવ્યું કે, 'જ્યારથી આ દીકરી ગુમ થઇ છે ત્યારે આ ગરીબ પરિવારની વારંવાર રજૂવાત છતાં પોલીસે કોઇ ફરિયાદ નોંધી ન હતી. આ દીકરી મર્યાનાં બે દિવસ બાદ આ લોકોએ પોલીસ ફરિયાદ નોંધી છે. પહેલા અમને હતું કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે પરંતુ અહીંયા તો દીકરી મર્યાનાં બાર દિવસે પણ તેને ન્યાય મળતો નથી.'
  Published by:Kaushal Pancholi
  First published: