મેઘરજઃવહેમમાં પત્નીને ઉતારી મોતને ઘાટ,પુત્રએ નોધાવ્યો પિતા સામે હત્યાનો ગુનો

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા મેઘરજ તાલુકાના પંચાલ ગામે કુબેર ભાઈ ભગોરા અને તેમની પત્ની ગૌરીબેન ભગોરા વચ્ચે લગ્નને 20 વર્ષ વીતવા છતાં પણ અવાર નવાર ઝગડાઓ થતા હતા અને આ ઝગડાઓનું મુખ્ય કારણ શંકા હતી.

 • Share this:

  ગૌરીબેનને પર પુરુષ સાથે આડા સબંધો છે એવો વહેમ તેમના માં ઘર કરી ગયો હતો આ વહેમને લઇ ગઈકાલે સાંજે થયેલો વહેમી ઝગડાએ કુબેરભાઈની પત્ની માટે અંતિમ ઝગડો બનીને રહ્યો છે. કુબેરભાઈએ ઉગ્ર ઝગડાને લઇ ઘરમાં પડેલી કુહાડી ગૌરીબેનના શરીરે અને માથાના ભાગે ઉપરા છાપરી અનેક ઘા જીકી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
  આ અંગે મૃતકના પુત્ર અને ફરિયાદી નરેશ ભાઈએ પણ જણાવ્યું હતું કે મારા પિતા દરરોજ મારી માતાને તારે કોઈકની સાથે આડા સબંધો છે તેવો વહેમ રાખી કાયમી ઝગડાઓ અને મારજુડ કરતા હતા. ગઈ કાલે પણ મારા પિતાએ આજ વહેમ ને લઇ મારી માતા સાથે ઝગડો કર્યો હતો. આ ઝગડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મારા પિતાએ મારી માતાના શરીરે અને માથાના ભાગે કુહાડી ના ઘા માર્યા હતા.

  First published:February 13, 2017, 17:15 pm

  टॉप स्टोरीज