IPLની રાજસ્થાન- મુંબઇની મેચમાં મોડાસાની આ યુવતીએ બની આકર્ષણનું કેન્દ્ર

News18 Gujarati
Updated: April 25, 2019, 4:18 PM IST
IPLની રાજસ્થાન- મુંબઇની મેચમાં મોડાસાની આ યુવતીએ બની આકર્ષણનું કેન્દ્ર
લાંબા વાળ ધરાવતી નિલાંશી પટેલ

મોડાસાના સાયરાની વતની નિલાંશી પટેલ માથઆના સૌથી વધુ લાંબાવાળ માટે ગિનિસ બુકમાં સ્થાન ધરાવે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારે IPLનો ફિવર દરેકના માથે ચડેલો છે. ત્યારે મોડાસાના લોકોનું ખાસ ધ્યાન ખેચે એવા સમાચાર આવ્યા છે. મોડાસાના સાયરાની વતની નિલાંશી પટેલ માથઆના સૌથી વધુ લાંબાવાળ માટે ગિનિસ બુકમાં સ્થાન ધરાવે છે. ત્યારે હાલ ભારતમાં રમાતી આિપીલેની મેચ દરમિયાન નિલાંશીને રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આયોજકો દ્વારા આમંત્રિત કરવામાં આવી છે. જેથી પરિવારમાં ખુશીઓ ફેલાઇ છે.

મળતી માહિતી પ્રમાણે આઇપીએલની 36મી મેચ ગત શનિવારના રોજ જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન વચ્ચે રમાઇ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો હતો. સમગ્ર મેચ દરમિયાન સૌથી વધુ લાંબાવાળ ધરાવનાર નિલાંશીએ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

ગિનિશ બુકમા સ્થાન પામનાર નિલાંશી પટેલને આયોજકો દ્વારા આમંત્રિત કરવામાં આવતા મોડાસા તાલુકા અને અરવલ્લી જિલ્લા માટે જયપુરમાં રમાઇ ગયેલી મેચ મહત્વની યાદગાર બની રહી હતી.

ઉલ્લેખનીય છે કે આઇપીએલની 36મી મેચમાં શનિવારે રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. વર્તમાન સિઝનમાં આ તેનો ત્રીજો વિજય છે. મુંબઇએ આપેલા 162 રનના લક્ષ્યાંકને રાજસ્થાને 19.1 ઓવરમાં પાચ વિકેટના નુકસાન સાથે હાંસલ કરી લીધો હતો.

 
First published: April 25, 2019
વધુ વાંચો
अगली ख़बर