હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: અરવલ્લી જિલ્લાના બહુચર્ચિત ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિનાં વરરાજાના વરઘોડા પર હુમલો થયો હતો. આ મામલે મોડાસા ગ્રામ્ય પોલીસે ખંભીસરના 45 ગ્રામજનો સહિત 150ના ટોળા સામે ફરિયાદ નોંધી છે. તેમની વિરૂધ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન થયેલા ઘર્ષણમાં રાજ્ય સરકારે પીડિત 8 લોકોને 1 લાખ રૂપિયાની સહાય ચુકવશે.
ખંભીસરમાં અનુસૂચિત જાતિના લોકો વરઘોડો કાઢવા સામે ગામના અન્ય જ્ઞાતિના લોકોએ હોમહવન કર્યા હતા. છતાં પોલીસ પ્રોટેક્શનમાં નીકળતા તેના પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 8 જેટલા લોકોને ઈજાઓ થઈ હતી.
મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે ગત રવિવારે ધણું જ ઘર્ષણ અને બબાલ થઇ હતી. જેમાં સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. રવિવારે તો આ વરઘોડો પાછો ઘરે પરત ફર્યો હતો પરંતુ સોમવારે પોલીસ પ્રોટેક્શ સાથે વરઘોડો નીકળ્યો હતો. આ મામલામાં પોલીસ અને અનુસૂચિત જાતિના યુવકનાં પરિવાર વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશનાં વરઘોડા અંગે લગ્ન પ્રસંગ પતાવીને મંગળવારે 40થી વધુ પરિવારજનો સાથે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા. પોલીસ મથકે વરરાજાનાં વરઘોડાનાં વિવાદની અને વરરાજાનાં કાકાને પડેલા માર માટે પોલીસ ફરિયાદ કરવા પણ પહોંચ્યાં હતાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર