અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા છાત્રેસ્વરી ગામે છેલ્લા અઠવાડીયાથી ખેતી વિષયક અને જ્યોતિગ્રામ હેઠળ અપાતો વીજ પુરવઠો બંધ રહેતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.
હાર્દિક પટેલ, અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા છાત્રેસ્વરી ગામે છેલ્લા અઠવાડીયાથી ખેતી વિષયક અને જ્યોતિગ્રામ હેઠળ અપાતો વીજ પુરવઠો બંધ રહેતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. વીજ પુરવઠો પૂર્વવત નહિ કરાય તો યુજીવીસીએલ કચેરી આગળ ધારણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
મોડાસા તાલુકાના દાવલી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના છાત્રેસ્વરી ગામે 200 ઘરોની 1000 વસ્તી વસવાટ કરે છે. હાથમતી જળાશયમાં જમીન જતા પુનર્વસવાટમાં આ ગામે રહેતા પરિવારો વર્ષોથી છુટા છવાયા રહી રહ્યા છે. આ ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જ્યોતિ ગ્રામ અને ખેતીવિષયક વીજ જોડાણો આપવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા એક અઠવાડીયા થી આ ગામમાં વીજ પુરવઠો બંધ થઇ જતા ગ્રામજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.
અઠવાડિયાથી વીજ પુરવઠાના અભાવે લોકોને હાલ પીવાના પાણી તેમજ પશુઓ માટે પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ગ્રામજનો દ્વારા વીજ કંપનીમાં વારંવાર રજુઆતો કરવા છતાં વીજ પુરવઠો પૂર્વવત નહિ કરવામાં આવતા ગ્રામજનોએ આજે હોબાળો મહાવ્યો હતો. જો પુરવઠો પૂર્વવત નહિ કરાય તો વીજ કંપની ની કચેરી આગળ ધારણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
સમગ્ર મામલે મોડાસા યુજીવીસીએલ ડીવીજન કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક થતા તેમણે છાત્રેશ્વરી ગામમાં આવતો વોજ પુરવઠો સાબરકાંઠાના રાયગઢથી આવતો હોઈ વાવાઝોડા દરમિયાન વીજ લાઈનો તૂટી ગઈ હતી. વીજળી પડવાના કારણે વીજ ટ્રાન્સફોર્મર બળી ગયું હતું. જે અમારી ધ્યાને આવતા અમે હવે તે અંગે કામગીરી આરંભી દીધી છે. વીજ ટ્રાન્સફોર્મરની અછત હોવા છતાં છાત્રેશ્વરીના ગ્રામજનોને વીજ પુરવઠો પૂર્વવત કરવા પ્રયત્નશીલ હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.
ચોમાસું હજુ તો વિધિસર શરુ થયું નથી ત્યાં વીજકંપનીની કામગીરીએ દમ તોડી દીધો છે. છેવાડાનું આ ગામ હાલ વીજધાંધિયાના કારણે પરેશાન થઇ રહ્યા છે. હવે જો વીજ કંપની ધ્વારા સમયસર વીજ પુરવઠો શરુ નહિ કરવામાં આવે તો ઉન્ગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર