Home /News /north-gujarat /

Gandhinagar: રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના દેખાવો, રાજભવન કુચ કરતા કોંગ્રેસ નેતાઓની અટકાયત 

Gandhinagar: રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના દેખાવો, રાજભવન કુચ કરતા કોંગ્રેસ નેતાઓની અટકાયત 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, વરિષ્ઠ નેતાઓએ રાજ્યપાલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, વરિષ્ઠ નેતાઓએ રાજ્યપાલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારના ઈશારે એન્ફ્રોર્સમેન્ટ ડીરેક્ટરોરેટ દ્વારા સતત ત્રીજા દિવસે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
National Herald Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ઇડી દ્વારા પૂછપરછ કરતા સમગ્ર દેશમાં કોંગ્રેસ (Congress) દ્વારા અલગ-અલગ રાજ્યમાં દેખાવ પ્રદર્શન યોજવામા આવ્યા હતા. રાહુલ ગાંધી (National Herald Case Rahul Gandhi)ના સમર્થન આપવા માટે અને સરકાર સંદેશો આપવા ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા રાજ્યપાલને આવેદન પત્ર આપવામા આવ્યું હતું. ગાંધીનગર સર્કિટ હાઉસ (Gandhinagar Circuit House)થી રાજભવન તરફ કુચ કરતા ધારાસભ્યો, કાર્યકર્તાઓની મોટા પાયે અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, વરિષ્ઠ નેતાઓએ રાજ્યપાલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારના ઈશારે એન્ફ્રોર્સમેન્ટ ડીરેક્ટરોરેટ દ્વારા સતત ત્રીજા દિવસે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોઈ પણ પુરાવા કે હકીકતોના આધાર વિના ઈડીનો વ્યક્તિગત, દ્વેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો- ગુજરાતમાં અહીં પેટ્રોલ-ડીઝલ વેચાણની માત્રા મર્યાદીત થઇ, લોકો મુશ્કેલીમાં મૂકાયા

જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, અત્યંત આઘાત જનક બાબત રૂપે પોલીસે એ.આઈ.સી.સી.ના વડામથકમાં બળજબરી પૂર્વક પ્રવેશ કર્યો હતો. અને અંદર રહેલા કાર્યકર્તા અને નેતાઓને બેરહેમીથી માર્યા હતા. સત્ય માટેની આ લડાઈ માટે એકતા અને શાંતિપૂર્વક દેખાવોને કચડી નાખવા માટે કેન્દ્રનું શાસન હતાશા પૂર્વક પાશવી બળનો ઉપયોગ કરી રહ્યું છે. ન્યાય માટેની લડત સાથે જોડાવવા અને એ.આઈ.સી.સી.ના વડામથકની કામગીરીને અવરોધવા સહિત પોલીસ તાનાશાહિ મુદ્દે રાજ્યપાલને આવેદન પત્ર આપ્યું છે.

આ પણ વાંચો-VIDEO: વડોદરા પોલીસના ASI એ માનવતા મહેકાવી

વધુમાં જગદીશ ઠાકોર જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં પણ પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે. ગુજરાતમા 2022 ચૂંટણીમાં ભાજપને 70 બેઠક પણ મળવાની નથી. તેથી બે બાકળી થયેલ સરકાર પોલીસ આગળ કરી કોંગ્રેસના કાર્યકર્તા અટકાયત કરી છે. તેમજ ગુજરાત એક પણ આંદોલન કરવાની પરવાનગી અપતી નથી. આ મુદ્દે પણ રાજ્યપાલને રજૂઆત કરી છે.
રાજ્યમાં તા. 17 જુન, 2022ને શુક્રવારના રોજ તમામ જિલ્લા વડા મથકે કેન્દ્ર સરકારની કચેરી સમક્ષ શાંતિપૂર્વક અહિંસક રીતે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે.
Published by:rakesh parmar
First published:

Tags: BJP Vs Congress, Congress president rahul gandhi, Gandhinagar News, Gandhinagar Police, Gujarati news

આગામી સમાચાર