અરવલ્લી: ભાઈએ કરી ભાઈની નિર્મમ હત્યા, કૌટુંબિક ઝઘડામાં લેવાયો ભોગ

News18 Gujarati
Updated: April 21, 2018, 10:30 AM IST
અરવલ્લી: ભાઈએ કરી ભાઈની નિર્મમ હત્યા, કૌટુંબિક ઝઘડામાં લેવાયો ભોગ

  • Share this:
અરવલ્લી: રાજ્યમાં હત્યાના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નાની નાની વાતો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે અને હત્યાને અંજામ આપી દે છે. આવી જ કંઈક ઘટના અરવલ્લી જિલ્લામાં બની છે. કે જ્યાં પિતરાઈ ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

અરબલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા મોતીપુરા ગામમાં પિતરાઈ ભાઈએ જ ભાઈની નિર્દયતાથી હત્યા કરી નાખતા ચકચાર મચી છે. કૌટુંબિક ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક ભાઈએ બીજા ભાઈના માથામાં લાકડીના ફટકા મારી હત્યા નિપજાવી હતી. જેને લઈને પરિવારમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. પહેલા તો બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ રહી હતી. પરંતુ બાદમાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને ભાઈઓ આમને સામને આવી ગયા હતા. જેમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી હતી.

બનાવની જાણ પોલીસને થતાં બાયડ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને હત્યારા ભાઈ વિરૂદ્ધ ગુનો નોંધીને આરોપીની અટકાયત કરી છે. અને સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે મૃતક યુવાન RTI એક્ટિવિસ્ટ તરીકે કામ કરતો હતો.
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर