Home /News /north-gujarat /

ગુજરાતના એકમાત્ર સુતેલા હનુમાન અરવલ્લીમાં,મહાભારત કાળ સાથે સંકળાયેલો છે ઇતિહાસ

મોડાસાઃઆજે હનુમાન જયંતી નિમિત્તે અરવલ્લી જીલ્લામાં હનુમાન મંદિરોમાં મારુતિ યજ્ઞ યોજી ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં ગુજરાતની એકમાત્ર મોડાસાના સાકરિયા ગામે સુતેલી મુદ્રામાં આવેલી સ્વયંભુ ભીડ ભંજન હનુમાન દાદાની મૂર્તિના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
મોડાસાઃઆજે હનુમાન જયંતી નિમિત્તે અરવલ્લી જીલ્લામાં હનુમાન મંદિરોમાં મારુતિ યજ્ઞ યોજી ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં ગુજરાતની એકમાત્ર મોડાસાના સાકરિયા ગામે સુતેલી મુદ્રામાં આવેલી સ્વયંભુ ભીડ ભંજન હનુમાન દાદાની મૂર્તિના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.

sutela hamuman01

ભારતમાં માત્ર બે જગ્યાએ સુતેલા હનુમાનજીની મૂર્તિઓ આવેલી છે. જેમાં ઇલાહબાદમાં ત્રિવેણી સંગમ ખાતે હનુમાન દાદાની મૂર્તિની પૂજા થાય છે.અને બીજી ગુજરાતના અરવલ્લી જીલ્લામાં આવેલી છે.ગુજરાતમાં એક માત્ર સુતેલા હનુમાનજીની મૂર્તિ મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલી છે.જેને ભીડ ભંજન હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે.સુતેલા હનુમાનજીની મૂર્તિ સ્વયંભુ રીતે પ્રગટ થયેલી છે.

જેનો ઈતિહાસ મહાભારત કાળ સાથે સંકળાયેલો છે.અહી મૂર્તિ પ્રગટ થયા બાદ તેની પ્રાણપ્રતિષ્ઠા કરી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.આજે હનુમાન જયંતિના દિવસે ૧૦૦ થી વધુ યજમાનો મારુતિ યજ્ઞમાં બેઠા હતા અને ભગવાનને રીજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર હોવાથી અહી દુર દુર થી ભક્તો ઉમટી પડે છે.અહી આવનારની તમામની મુશ્કેલીઓ ભીડ ભંજન હનુમાનજી પૂર્ણ કરે છે.
First published:

Tags: અરવલ્લી, ધર્મભક્તિ, મોડાસા, હનુમાન જયંતિ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन