મોડાસા યુવતી હત્યા કેસ : CID ક્રાઇમના DIGએ કહ્યું, 'પીડિતાના હાથ અને ગાલ પર ઉઝરડાના નિશાન હતા'

News18 Gujarati
Updated: January 21, 2020, 8:47 PM IST
મોડાસા યુવતી હત્યા કેસ : CID ક્રાઇમના DIGએ કહ્યું, 'પીડિતાના હાથ અને ગાલ પર ઉઝરડાના નિશાન હતા'
CID ક્રાઇમના DIG ગૌતમ પરમારે જણાવ્યું કે પીડિતા અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો

CID ક્રાઇમના DIG ગૌતમ પરમારે જણાવ્યું, 'આરોપીઓ અને પીડિતા એકબીજાને અગાઉથી જાણતા હતા, ઘટના દરમિયાન રાજ્ય બહાર કોલ થયા'

  • Share this:
મોડાસા : મોડાસાના સાયરા અમરાપુરની 31મીડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ રવિવારે પાંચ જાન્યુઆરીએ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. જે બાદ યુવતીનાં પરિજનો તથા અનુસૂચિત જાતિ સમાજે આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યા પછી જ લાશ સ્વીકારવાની માંગ કરી હતી. આ મામલે આજે તપાસ કરી રહેલી CID ક્રાઇમના DIG ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, 'પીડિતાના હાથ અને ગાલના ભાગે ઉઝરડાના નિશાન હતા. પીડિતા અને આરોપીઓ એકબીજાને અગાઉથી જાણતા હતા.'

CID ક્રાઇમના DIG ગૌતમ પરમારે જણાવ્યું, ' આરોપી બિમલ ભરવાડ અને પીડિતા એકબીજાના સંપર્કમાં હતા. તમામ લોકો એકબીજાને જાણતા હતા. યુવતીનો મોબાઇલ પણ તોડી નાખવામાં આવ્યો હતો. અમે તપાસ કરી રહ્યા છે. સીડીઆર રિપોર્ટ દ્વારા જાણવા મળે છે તે મુજબ આ ઘટનાના સમયગાળઆ દરમિયાન આરોપીઓના મોબાઇલમાંથી રાજ્ય બહાર ફોન થયા હતા.'

પીડિતાના શરીર પરથી નખ અને ઉઝરડાના નિશાન મળ્યા


ડીઆઈજી ગૌતમ પરમારે ઉમેર્યુ હતું કે 'કેસમાં ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ઉપરાંત વિશેરાનો રિપોર્ટ પણ આવશે. પીડિતાના શરીર પરથી હાથ અને ગાલ પરથી ઉઝરડાના નિશાન મળી આવ્યા હતા. શરીર પર કેટલાક ઠેકાણે નખ મારવાના નિશાન પણ મળી આવ્યા હતા.

મોડાસાના શાયરામાંથી મળી આવેલી યુવતિની લાશની ફાઇલ તસવીર. આ કેસના કારણે અરવલ્લી જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચો : કોંગી ધારાસભ્યોની અપીલ : 'તમારા પ્રશ્નો વૉટ્સએપ પર મોકલો, અમે વિધાનસભામાં ઉઠાવીશું'

પીડિતા ગાડીમાંથી ઉતરી ત્યારે આરોપીઓ સાથે ઝઘડો થયો હતો

ડીઆઈજી પરમારે ઉમેર્યુ કે સીસીટીવી તેમજ સીડીઆર પુરાવાના આધારે તપાસ થઈ રહી છે. સીસીટીવી જોતા પણ સ્પષ્ટ થાય છે કે આરોપી અને પીડિતા એક બીજાના સંપર્કમાં હતા. પીડિતા ગાડીમાંથી ઉતરી ત્યારે તેનો આરોપીઓ સાથે ઝઘડો થયો હતો અને તેનો મોબાઇલ પણ તોડી નાંખવામા આવ્યો હતો.

ધારાસભ્ય જેઠા ભરવાડ ભરવાડ સમાજના સમર્થનમાં આવ્યા હતા

અગાઉ ગઈકાલે ગાંધીનગરમાં શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડ ભરવાડ સમાજના સમર્થનમાં આવ્યા હતા. આ કેસના બે આરોપી ભરવાડ સમાજના છે ત્યારે તેમણે પોતાના સમાજના આગેવાનો સાથે મળી ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન આપ્યું હતું. ભરવાડે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે ' આ કેસમાં દુષ્કર્મ થયું હોવાની વાત ઉપજાવી કાઢેલી, અમારા છોકરા ગુનેગાર હોય તો જાહેરમાં ગોળી મારવાની છૂટ'

આ મામલે મોડાસાના બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારની પોલીસે ધરપકડ કરી હતી. આક્ષેપ છે કે યુવતી છેલ્લે આ યુવકો સાથે જોવા મળી હતી.


આ પણ વાંચો :  મોડાસા : યુવતીના હત્યા કેસમાં મોટો ખુલાસો, આરોપી બિમલે પીડિતાને 13 દિવસમાં 214 ફોન કર્યા હતા

બિમલ અને પીડિતા વચ્ચે 13 દિવસમાં 214 વાર કોલ થયા હતા

આ કેસની તપાસ CID ક્રાઇમને સોંપાતા તપાસ એજન્સીએ ત્રણે આરોપી બિમલ ભરવાડ,દર્શન ભરવાડ અને જીગર પરમારને કોર્ટમાં રજૂ કર્યા હતા. CID ક્રાઇમે કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપી બિમલ ભરવાડ અને પીડિતા વચ્ચે ફોનમાં વાતચીતના વ્યવહાર હતા અને બિમલ તેમજ પીડિતા વચ્ચે 18 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન 214 વખત ફોનમાં વાતચીત થઈ હતી.
First published: January 21, 2020
વધુ વાંચો
अगली ख़बर