મોડાસાઃનમાજ અદા કરી આવતા હતા ત્યારે જ બાઇક સવારોનું ફાયરિંગ,ધંધાકિંય અદાવત હોવાનું અનુમાન

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 30, 2017, 11:39 AM IST
મોડાસાઃનમાજ અદા કરી આવતા હતા ત્યારે જ બાઇક સવારોનું ફાયરિંગ,ધંધાકિંય અદાવત હોવાનું અનુમાન
અરવલ્લીના મોડાસાના લઘુમતી વિસ્તારમાં શનિવારે વહેલી સવારે ફાયરીંગ થતા ચકચાર મચી જવા પામી છે. વહેલી સવારે ઉસ્માન ભાઈ નામના ઇસમ પર ફાયરીંગ કરાયું છે. ધંધાકીય અદાવતમાં ફાયરિંગનું અનુમાન લગાવાઇ રહ્યું છે.મોડાસા ની ગરીબ નવાઝ સોસાયટી માં વહેલી સવારે ઉસ્માન ભાઈ નમાજ અદા કરીને મસ્જિદની બહાર આવી રહ્યા હતા ત્યારે બાઈક પર સવાર થઈ આવેલા બે લોકો ધ્વારા ઉસ્માન ભાઈ ઉપર ફાયરીંગ કરવામમાં આવ્યું હતું જેઠું ઉસ્માનભાઈ ને કમરના ભાગે ઇજા પહોચી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 30, 2017, 11:39 AM IST
અરવલ્લીના મોડાસાના લઘુમતી વિસ્તારમાં શનિવારે વહેલી સવારે ફાયરીંગ થતા ચકચાર મચી જવા પામી છે. વહેલી સવારે ઉસ્માન ભાઈ નામના ઇસમ પર ફાયરીંગ કરાયું છે. ધંધાકીય અદાવતમાં ફાયરિંગનું અનુમાન લગાવાઇ રહ્યું છે.મોડાસા ની ગરીબ નવાઝ સોસાયટી માં વહેલી સવારે ઉસ્માન ભાઈ નમાજ અદા કરીને મસ્જિદની બહાર આવી રહ્યા હતા ત્યારે બાઈક પર સવાર થઈ આવેલા બે લોકો ધ્વારા ઉસ્માન ભાઈ ઉપર ફાયરીંગ કરવામમાં આવ્યું હતું જેઠું ઉસ્માનભાઈ ને કમરના ભાગે ઇજા પહોચી હતી.

મોડાસાની ગરીબનવાજ સોસાયટી માં વહેલી સવારે જ ફાયરીંગ ની ધટના સામે આવી છે. મોડાસા ના સામાજિક કાર્યકર્તા એવા ઉસ્માન લાલને જાનથી મારી નાખવાના ઈરાદે કાળા કપડામાં આવેલ બાઈક પર સવાર બે ઈસમો ધ્વારા ફાયરીંગ કરાયું હતું  જેમાં ઉસ્માનભાઈ કમરના ભાગે ગોળી અડીને નીકળી જતા ઉસ્માનભાઈ બચી ગયા હતા.ગોળીબારી થતા ગરીબનવાજ વિસ્તાર માં અફડાતફડી મચી જવા પામી હતી.

ઉસ્માન ભાઈ આ ઘટના ને લઈ ને જણાવ્યું હતું કે સામાજિક કાર્યકર્તા હોવાથી તેમના પર આ જીવલેણ હુમલો કરી મારી નાખવાની કોશીસ કરવામાં આવી છે. જેથી આવા અસામાજિક લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જરૂર પડશે તો પોલીસ ને નામ આપવામાં આવશે .
First published: April 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर