મોડાસાના MLAનો CMને પત્ર : 'ગણેશ વિસર્જનમાં મોતને ભેટેલા 6 યુવકોને સહાય આપો'

ધારસભ્યની માંગણી છે કે મૃતકોના પરિવારના લોકોને મુખ્યમંત્રી રાહતફંડમાંથી પાંચ પાંચ લાખની આર્થિક સહાય કરવામાં આવે.

News18 Gujarati
Updated: September 13, 2019, 1:03 PM IST
મોડાસાના MLAનો CMને પત્ર : 'ગણેશ વિસર્જનમાં મોતને ભેટેલા 6 યુવકોને સહાય આપો'
રાજેન્દ્રસિંહ ઠાકોર (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: September 13, 2019, 1:03 PM IST
હાર્દિક પટેલ, અરવલ્લી : મોડાસાના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. પત્ર લખીને કોંગ્રેસના ધારાસભ્યએ ધનસુરાના કેસરપુરના છ યુવાનોનાં મોત મામલે સહાયની માંગણી કરી છે. ધારસભ્યની માંગણી છે કે મૃતકોના પરિવારના લોકોને મુખ્યમંત્રી રાહતફંડમાંથી પાંચ પાંચ લાખની આર્થિક સહાય કરવામાં આવે. છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન દરમિયાન છ યુવાનોનાં ડૂબી જવાથી મોત થયા હતા.

ધારાસભ્યએ પત્રમાં શું લખ્યું?

રાજેન્દ્રસિંહ ઠાકોરે 11મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લખ્યું છે કે, "મારા મત વિસ્તારમાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બિલવણિયા પંચાયતના કેસરપુરામાં વાત્રક નદીમાં ગણપતિ વિસર્જનમાં તા. 6ના રોજ કેસરપુરાના ગામના નાની વયના છ યુવાનો ડૂબી ગયા હતા."

પરિવારોની આર્થિક સ્થિતિ સારી નથી

ધારાસભ્યએ પત્રમાં આગળ લખ્યું છે કે, "મૃતકોમાં ભાવેશ સોલંકી, અજીત સોલંકી, ગોપાલકુમાર સોલંકી, લાલભાઈ સોલંકી, કનુભાઈ સોલંકી અને યશવંતભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. આ યુવાનોના પરિવારો ખેતી અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. પરિણીત મૃતકોનાં પરિવારમાં નાના બાળકો છે. આથી મૃતક યુવાનોના પરિવારજનોને પાંચ પાંચ લાખની સહાય મુખ્યમંત્રી ફંડમાંથી આપવામાં આવે."
First published: September 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...