Home /News /north-gujarat /

મોડાસાનો ચર્ચિત કિસ્સો: શાળાના આચાર્ય બે સંતાનોની માતા સાથે ભાગી ગયા અને પછી...

મોડાસાનો ચર્ચિત કિસ્સો: શાળાના આચાર્ય બે સંતાનોની માતા સાથે ભાગી ગયા અને પછી...

શાળાના આચાર્ય બે સંતાનોની માતા સાથે ભાગી ગયા (પ્રતિકાત્મક તસવીર)

Aravalli News : આ કિસ્સો વાયુવેગે પ્રસરતા આચાર્ય તથા મહિલાના સંતાનો અને પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા હતા.

    મોડાસા: તાલુકામાં (Modasha) એક ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાની એક પ્રાથમિક શાળાનો આચાર્ય (principal elopes with woman બે સંતાનોની માતાને (married woman escaped) ભગાડીને લઇ ગયો છે. ગત 24મી જૂનના આ લોકો ભાગી જતા દોડધઆમ મચી ગઇ હતી. આ કિસ્સો વાયુવેગે પ્રસરતા આચાર્યના સંતાનો અને પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા હતા. જે બાદ મોડાસા ટાઉન પોલીસ મથકે આ ઘટનાની જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી હતી. જે બાદ પોલીસે આચાર્ય અને મહિલાની શોધખોળ શરૂ કરી હતી.

    આચાર્ય અને મહિલા બંને બે સંતાનોના વાલી છે

    આ અંગે મળતી માહિતી પ્રમાણે આ શાળાનો આચર્ય પણ બે સંતાનોનો પિતા છે. મહિલાના પરિવારને શોધખોળ બાદ ધ્યાનમાં આવ્યું હતુ કે, આ લોકો ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં આ મહિલાને પહેલા રજૂ કરીને ઘરે લઇ ગયા હતા. જોકે, આ કિસ્સાની ચર્ચાઓ આખા પંથકમાં વાયુવેગે થઇ રહી હતી.

    આ પણ વાંચો: અમદાવાદના પોલીસ અધિકારીની પ્રેરણાદાયી કહાની

    જમાઈ સાથે સાથે ભાગી ગયો હતો

    થોડા દિવસ પહેલા રાજસ્થાનમાં સરહદી જિલ્લા બાડમેરમાં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ કિસ્સામાં જમાઈને તેની સાસુ સાથે પ્રેમ થઈ ગયો. મહિલાને પણ જમાઈ સાથે આંખો મળી ગઇ હતી. જોકે, બંને એ ગળોફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. બાડમેરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે બે વ્યક્તિઓ સાથે ઝાડ લટકાવવાની ઘટના સામે આવી હતી. મૃતકોની ઓળખ કેરાવાના રહેવાસી હોતારામ ભીલ (25) અને ખાર્ટિયાના રહેવાસી દરિયા (38) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી.

    આ પણ વાંચો: માતા કે કુમાતા : પરિણીતાએ પ્રેમીને પામવા છ વર્ષના દીકરાની કરી નાંખી હત્યા

    આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતુ કે, હોતારામના લગ્ન એક વર્ષ પહેલા ખરતિયાની રહેવાસી નેમારામની દીકરી ગીતા (20) સાથે થયા હતા. બે-ત્રણ દિવસ પહેલા હોતારામ પત્ની ગીતા સાથે સાસરીમાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સાસરીમાં રહેતા હતા ત્યારે સોમવારે હોતારામ અને તેની સાસુ દરિયા કોઈને કહ્યા વગર ઘરેથી ભાગી ગયા હતા. ગામથી 30 કિમી દૂર બાડમેર મુનાબાઓ રોડ પર ખેજડીના ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે બંનેએ એક જ કપડાથી પોતાને ફાંસી આપી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, મોડાસા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन