Home /News /north-gujarat /

મોડાસાઃ ટીંટોઈ પાસે જીવલેણ બ્રીજથી બે વર્ષમાં 17નાં મોત, સ્થાનિકો દ્વારા રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન

મોડાસાઃ ટીંટોઈ પાસે જીવલેણ બ્રીજથી બે વર્ષમાં 17નાં મોત, સ્થાનિકો દ્વારા રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન

અરવલ્લી જિલ્લાના શામળાજી-ગોધરા ચારમાર્ગીય હાઈવે બન્યા બાદ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં મોડાસા ટીંટોઈ પાસે ઓવરબ્રીજની ખામીયુક્ત ડિઝાઇન અને સર્વિસ રોડના અભાવના કારણે બે વર્ષમાં 17 જેટલા નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો છે.

અરવલ્લી જિલ્લાના શામળાજી-ગોધરા ચારમાર્ગીય હાઈવે બન્યા બાદ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં મોડાસા ટીંટોઈ પાસે ઓવરબ્રીજની ખામીયુક્ત ડિઝાઇન અને સર્વિસ રોડના અભાવના કારણે બે વર્ષમાં 17 જેટલા નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો છે.

  • Pradesh18
  • Last Updated :
અરવલ્લી# અરવલ્લી જિલ્લાના શામળાજી-ગોધરા ચારમાર્ગીય હાઈવે બન્યા બાદ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં મોડાસા ટીંટોઈ પાસે ઓવરબ્રીજની ખામીયુક્ત ડિઝાઇન અને સર્વિસ રોડના અભાવના કારણે બે વર્ષમાં 17 જેટલા નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો છે. જેના કારણે હવે સ્થાનિકો ભારે રોષ દેખાઈ રહ્યો છે અને તંત્ર પાસે યોગ્ય કામગીરી કરવા માંગણી કરવામાં આવી રહી છે.

Bridge

શામળાજી-ગોધરાનો 150 કિમીનો ચારમાર્ગીય હાઈવે બન્યા બાદ કેટલીક જગ્યાએ ખામીયુક્ત ડિઝાઈનોના કારણે અકસ્માતોમાં નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે. જેમાં મોડાસા તાલુકાના ટીંટોઈ પાસે એક કિલોમીટર લાંબો સર્પાકાર બનાવાયેલા બ્રીજના કારણે સ્થાનિક જનતા ભારે ભયના માહોલ વચ્ચે જીવી રહી છે. છેલ્લા બે વર્ષમાં અહીં અકસ્માતોના કારણે 17થી વધુ લોકોનો ભોગ લેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ટીંટોઈ ગામમાં પ્રવેશતી વખતે યોગ્ય ડિઝાઇન વગરના સર્વિસ રોડ નહીં હોવાથી વાહનચાલકો તકલીફોનો સામાનો કરી રહ્યાં છે.

Accident

ટીંટોઈ ગામમાં મોટા ભાગના લોકો ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે, જેથી અહીં વાહનવ્યવહાર પણ ભારે રહે છે. છેલ્લા કટેલાક દિવસોમાં બનેલી અકસ્માતોની ઘટના બાદ તોફાનો ફાટી નીકળતા પોલીસ અને પ્રજા આમને-સામને આવી ગઈ હતી. જેમાં હાલ ટીંટોઈ ગામના 20થી વધુ લોકો માત્રને માત્ર હાઈવે ઓથોરીટીની ભૂલ વાળી ડિઝાઇનના કારણે જેલવાસ ભોગવી રહ્યાં છે. જેથી લોકો હવે લડાયક મૂળમાં દેખાઈ રહ્યાં છે.

ટીંટોઈ પાસેનો ઓવરબ્રીજ બનતા સાથે ગામમાં પવેશતી એસટી બસ સેવા ખોરવાઈ ગઈ છે અને ગામમાં બસ સ્ટેન્ડ હોવા છતાં ત્યાં બસો નહીં ઉભી રહેતા મુસાફરો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. જેથી બસમાં બેસવા માટે ગામથી બે કિલોમીટર દુર બ્રીજના છેડે બસ માટે ઉભા રહેવું પડે છે. જે મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત ન હોવાથી ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઇ છે.

સમગ્ર મામલે ગ્રામલોકો દ્વારા હાઈવે ઓથોરીટી એલ એન્ડ ટીને રજૂઆત કરવામાં આવી છે કે, બસ સ્ટેન્ડને ગામમાંથી બ્રીજના છેડે લાવવામાં આવે અથવા એસટી બસોને ગામમાંથી પસાર કરવામાં આવે. પંરતુ અત્યાર સુધી કોઈપણ સંતોષકારક કામગીરી નહીં કરવામાં આવતા લોકો હવે ગાંધીચિંધ્યા માર્ગે અંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

હાઈવેની કામગીરી સંભાળતી એલ એન્ડ ટી કંપનીનો ટીંટોઈના પ્રશ્ને સંપર્ક કરવામાં આવતા તેમના ઉચ્ચ અધિકારીઓને મળવા અંગે જણાવ્યું હતુ. અને પ્રદેશ18 અને ઈટીવીના કેમરા સામે કઈ પણ કહેવાનો ઇનકાર કરી પોતાની જવાબદારી માંથી છટકી ગયા હતા. ત્યારે ખાનગી કંપનીની દાદાગીરી સામે સ્થાનિક લોકો રજૂઆત કોને કરે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. જેથી હવે રાજ્ય સરકાર દ્વારા આ મામલે પગલા ભરવામાં આવે તેવી લોક માંગણી ઉભી થઇ છે. ત્યારે જોવું રહી કે, અકસ્માતનો બ્રીજ બની ગયેલો આ પુલ હજુ કેટલાનો ભોગ લે છે.
First published:

Tags: અકસ્માત, મોડાસા, રોષ, સ્થાનિક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन