અરવલ્લી : બાળકોને પોષણક્ષમ બનાવતી દૂધ સંજીવની યોજના પાણીમાં! વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: September 28, 2019, 12:24 PM IST
અરવલ્લી : બાળકોને પોષણક્ષમ બનાવતી દૂધ સંજીવની યોજના પાણીમાં! વીડિયો વાયરલ
બાળકોનું દૂધ બેદરકારીને કારણે પાણીમાં

આ યોજનાનો ઉદ્દેશ પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી વિદ્યાર્થી બાળકોના પોષણસ્તરની કક્ષા ઉંચી લાવી તે સ્તરને સમૃદ્ધ બનાવવાનો છે.

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લી : દૂધ સંજીવની યોજના (Doodh Sanjivani Yojana) આદિવાસી (Adivasi) તાલુકાઓમાં વસતા બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી વિદ્યાર્થી બાળકોના પોષણસ્તરની કક્ષા ઉંચી લાવી તે સ્તરને સમૃદ્ધ બનાવવાનો છે. દૂધ સંજીવની યોજના અંતર્ગત આપવામાં આવતી દૂધની થેલી પાણીમાં ફેંકવાનો એક વીડિયો સામે આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મેધરજ તાલુકાનો છે. આ વાયરલ વીડિયોમાં દૂધની થેલીઓ કોઝવૅનાં પાણીમાં ફેંકવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે જ્યાં એક બાજુ લોકોને પીવા માટે દૂધ મળતું નથી ત્યારે બીજી બાજુ દૂધનો આવો બગાડ કેમ થઇ રહ્યો છે.

છોટાઉદેપુરમાં પણ સંજીવની દૂધ પાણીમાં

આ દૂધ યોજના પાછળ તંત્ર લાખો કરોડો રૂપિયા ખર્ચતા હોય છે. ત્યારે આટલો બધો વેડફાટ કેમ થઇ રહ્યો છે. મહત્વનું છે કે ગઇકાલે છોટા ઉદેપુરની સરકારી શાળા રોડધા ગામની પ્રાથમિક શાળામાં દૂધ સંજીવની યોજના દ્વારા વિદ્યાર્થીઓ માટે આવતું દૂધ રોજે રોજ બગડી જતું હોવાની ઘટના સામે આવી હતી. શાળાના વિદ્યાર્થીઓમાંથી કુપોષણ દૂર થાય અને બાળકોને પોષ્ટિક આહાર મળે તેવા હેતુસર સરકાર દુધ સંજીવની યોજના દ્વારા શાળાઓમાં દૂધ આપે છે, પરંતુ શિક્ષકોની નિષ્કાળજીના કારણે દૂધનો આ જથ્થો બગડી જતો હોવાની ઘટના સામે આવી હતી.

ફેંકી દેવમાં આવેલી સંજીવની દૂધની થેલીઓ


7.54 લાખ બાળકોને લાભ

આ યોજનાથી બાળકોમાં કુપોષણની સમસ્યા સફળતાપૂર્વક હલ કરી શકાઈ હોવાનો દાવો કરાયો છે. કુલ 4722 પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓના મળી 7.54 લાખ બાળકોને આ યોજનાનો લાભ મળે છે.
First published: September 28, 2019, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading