અરવલ્લી સામૂહિક આપઘાત કેસમાં છ વર્ષના બાળકનું મોત.
Aravalli suicide case: અરવલ્લી જિલ્લાના બાયડના વાત્રક ગઢ ગામ ખાતે એક મહિલાએ પોતાના બે સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાએ સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
અરવલ્લી/ દાહોદ: રાજ્યમાં આપઘાતનો પ્રયાસ અને આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં અરવલ્લીમાં દારૂના દૂષણથી એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ બનાવમાં એક છ વર્ષના બાળકનું નિધન થયું છે, જ્યારે બે લોકોને બચાવ થયો છે. દાહોદના અન્ય એક બનાવમાં પુત્રના નિધન બાદ પિતાએ તેના વિયોગમાં આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. પ્રથમ કેસમાં દારૂને કારણે ઘરકંકાસમાં એક બાળકે જીવ ગુમાવ્યો છે, જ્યારે બીજા કેસમાં પુત્રના મૃત્યુ બાદ આઘાત સહન ન કરી શકનારા પિતાએ આપઘાત કરી લીધો છે.
અરવલ્લીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ:
અરવલ્લી જિલ્લાના બાયડના વાત્રક ગઢ ગામ ખાતે એક મહિલાએ પોતાના બે સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાએ સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં છ વર્ષના એક બાળકનું નિધન થયું છે. જ્યારે આઠ વર્ષની દીકરી અને માતાનો બચાવ થયો છે. મળતી માહિતી પ્રમાણે મહિલા અને તેના પતિ વચ્ચે દારૂ પીવાની કુટેવ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. મહિલાનો પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. જે બાદમાં મહિલાએ પોતાના બે સંતાનોને ઝેર આપીને પોતે પણ ઝેર ગટગટાવી લીધું હતું.
આ બનાવમાં મહિલાના છ વર્ષના બાળકનું મોત થયું છે, જ્યારે આઠ વર્ષની દીકરીનો બચાવ થયો છે. આ કેસમાં પોલીસે માતા વિરુદ્ધ પુત્રને ઝેરી દેવા પીવડાવવા મામલે હત્યાનો ગુનો દાખલ કર્યાો છે. મળતી માહિતી પ્રમાણે છ વર્ષના દીકરીનું હિંમતનગર સિવિલ ખાતે સારવાર દરમિયાન નિધન થયું હતું.
બીજા બનાવમાં દાહોદના સિંગવડના પાતા ગામ ખાતે એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરી લેનાર વ્યક્તિના દીકરાનું કેન્સરની બીમારીથી નિધન થયું હતું. જે બાદમાં પિતાએ ઘર આગળ ઝાડ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે પોતાના દીકરાનું કેન્સરની બીમારીથી નિધન થયા બાદ તેના પિતા આઘાતમાં આવી ગયા હતા.
દાહોદ : સિંગવડ ગામે હતાશ પિતાએ આત્મહત્યા કરી
પાતા ગામે પુત્રના મોત બાદ પિતાએ આત્મહત્યા કરી
ઘર પાસે ઝાડ પર દોરીથી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું #Dahod
પુત્રના મોતનો આઘાત સહન ન કરી શકનારા પિતાએ ઘર નજીક આંબાના ઝાડ પર લટકીને આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે લોકોનાં ટોળા ઉમટ્યા હતા. પોલીસે મૃતકના મૃતદેહને ઝાડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ ખસેડ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર