પાલનપુર : આશ્ચર્યજનક સત્યઘટના! શરીર પર ચોંટવા લાગ્યા સિક્કા, મોબાઇલ, વાસણો, તબીબો પણ ચોંકી ઉઠ્યા

નવીન રાવલના શરીરમાં ચુબકીય અસર સર્જાતા ચીજો ચોંટવા લાગી

પાલનપુરના 'મેગ્નેટ મેન'ના શરીર પર અચાનક ચોંટવા લાગી ચીજો, જાણો તબીબોએ શું કહ્યું પાલનપુરના નવીન રાવલને

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં (Banaskantha) એક આશ્ચર્યજનક સત્ય ઘટના સામે આવી છે. અહીંયા પાલનપુર (Palanpur) શહેરમાં રહેતા એક વ્યક્તિના શરીરમાં અચાનક જ લોખંડ અને સ્ટિલની ચીજો ચુંબકમાં (Magnet) ચીપકે એવી રીતે ચોંટવા લાગી છે. શરીરમાં આવેલા આ અચાનક પરિવર્તનથી તેમનો આખો પરિવાર ચિંતામં આવી ગયો છે. જોકે, આ સત્યઘટના જાણીને તેમના પરિવારની સાથે સાથે તબીબો પણ ચોંકી ગયા છે. પાલનપુર ખાતે રહેતા એક 63 વર્ષીય વ્યક્તિ અચાનક મેગ્નેટ મેન બની ગયા છે એટલે કે તેમના છાતીનો ભાગ લોખંડ, કે સ્ટીલ જેવી વસ્તુઓ ચોંટી જાય છે આ સ્થિતિ જોઇને તેમના પરિવાર સહિત આજુબાજુના લોકો પણ અચરજ પામી રહ્યા છે

  આપ જોઈ રહ્યા છો તે આ વ્યક્તિ છે નવીન ભાઈ રાવલ,  જી હા બનાસકાંઠા ના મુખ્ય મથક પાલનપુર ના નવજીવન( જીવનજ્યોત ) સોસાયટી ખાતે રહેતા નવીનભાઇ રાવલ જેવો ચાર દિવસ અગાઉ પોતાના ઘરે સૂતા હતા તે સમયે તેમના શરીર પર સિક્કા ચોટી ગયા હતા જોકે તે સિક્કા તેઓ ઉખાડવા જતા અચાનક તેમને મેગ્નેટ જેવો અહેસાસ થયો.

  આ પણ વાંચો : મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

  આ પણ વાંચો : ડીસા: C.A પતિએ મિત્રો સાથે મળીને કરાવી હતી પત્નીની હત્યા, મુખ્યસૂત્રધાર ઝડપાયો

  આ પણ વાંચો : સુરત : રત્નકલાકારને મહારાષ્ટ્રની કન્યા સાથેના લગ્ન મોંઘા પડ્યા, એક મહિનામાં જ 4.50 લાખ લૂંટી થઈ ગઈ રફૂચક્કર

  મેગ્નેટ મેન


  તે બાદ તેઓએ ફરી સીક્કા સહિત બીજી ચમચી, રીમોટ સહિત લોખંડની ચીજવસ્તુઓ છૂટવાનો પ્રયાસ કરતા તમામ વસ્તુઓ તેના છાતીના ભાગે ચોંટી ગઈ આ સ્થિતિ તેમના પરિવાર ચૂક્યો હતો અને તરત જ સ્થાનિક હોસ્પિટલમાં જઈ આ અંગે ડોક્ટરને જાણ કરી હતી જોકે ડોક્ટર પણ આ સ્થિતિ અને તેમના શરીર મેગ્નેટ જેવુ કઈ રીતે બની ગયું તે અંગે રહસ્ય માની રહ્યા છે.  નવીનભાઈ નું કહેવું છે કે સીટી સ્કેન કરવા માટે તેઓ તૈયારી દર્શાવી હતી. પરંતુ તેમના શરીરમાં વધેલા મેગ્નેટ પાવર ના કારણે તેમનું શરીર મશીન માં ચોંટી જાય તો મુશ્કેલી સર્જાય. આ જ કારણથી તેનું સીટી સ્કેન પણ થયું નથી. તેમનું કહેવું છે કે તેમનું ભલે મેગ્નેટ પાવર વધે છે પરંતુ તેના થકી તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી.

  આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

  આ પણ વાંચો : રાજકોટ : દારૂની હેરાફેરીનો ગજબ આઇડિયા! ઈડલી-સાંભાર અને શાકભાજી વેચનારા બન્યા બૂટલેગર

  આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

  નવીનભાઈ રાવલે વેક્સીનના બંને ડોઝ પણ લીધા છે તેમના સ્વજનોને કહેવું છે કે વેક્સીનના કારણે આ પ્રકારની કોઇ પરિસ્થિતિ થઈ નથી. પરંતુ જે પ્રકારે તેમના શરીરમાં મેગ્નેટ પાવર રહ્યું છે તેને લઈને તેમના સ્વજનો પણ ચિંતામાં છે. મેડિકલ તપાસ માટે તેઓ આગામી સમયમાં મહાનગરોમાં જે આખરે તેમના શરીરમાં એવી તે શુ પ્રક્રિયા કરી કે તેના કારણે તેમને મેગ્નેટિક પાવર વધે છે અને તેના કારણે તેમના શરીરને વસ્તુઓ શોધી રહી છે. તેની તપાસ કરવા માટે તેઓ પ્રયત્ન કરશે.
  Published by:Jay Mishra
  First published: