LRD પેપર મામલે વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં વિકાસ સહાયના પીએ ભરતભાઇએ 6 જાન્યુ.એ લેવાયેલી પરીક્ષામાં ક્ષતિઓ રહી ગઇ હોવાનું સ્વીકાર્યુ છે. ઉતાવળમાં પરીક્ષા લેવાઇ હોવાના કારણે ઉત્તરવહી પર બોરકોડ લગાવવાનું રહી ગયુ હોઇ શકે તેવુ જણાવ્યું છે.
અરવલ્લી જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ કીર્તિ પટેલે વિકાસ સહાયના પીએમ ભરતભાઇને ફોન કર્યો હતો, અને LRD પેપર મામલે પુછ્યુ હતુ. જેમાં વિકાસ સહાયના પીએમ ભરતભાઇએ વિકાસ સહાય 2 ડિસેમ્બરે એલઆરડી પરીક્ષા રદ થયા બાદ સ્ટ્રેસમાં હોવાનું જણાવ્યું હતુ, અને જે બાદ ઉતાવળમાં પરીક્ષા લેવાવાના કારણે કદાચ ક્ષતિ રહી ગઇ હોઇ શકે તેવુ જણાવ્યુ હતુ.
મહત્વનું છે કે અરવલ્લી જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ કીર્તિ પટેલે 6 જાન્યુ.એ લેવાયેલી એલઆરડી પરીક્ષાની ઉત્તરવહીમાં બારકોડ નહી લગાવાયા હોવા અંગે RTI કરી છે, અને ફરી લેવાયેલી પરીક્ષામાં પણ ક્ષતિ રહી ગઇ હોવાની અગાઉ રજૂઆત કરેલી છે.
ઓડિયોમાં થયેલી વાતચીત
PA ભરતભાઈ: હેલો કીર્તિ પટેલ : નમસ્તે સાહેબ PA ભરતભાઈ: બોલો કીર્તિ પટેલ : એક સામાન્ય વાત જાણવી હતી કે મારે સહાય સાહેબ ઉપર કોઇ એલિગેશન નથી કરવુ. સાહેબ તો બહુ વ્યવસ્થિત માણસ છે. એમણે જ આ બધુ ખુલ્લુ કર્યુ ને. PA ભરતભાઈ: બરાબર કીર્તિ પટેલ : પણ એ જાણવુ છે મારે OMR ઉત્તરવહીની અંદર બેઠક ક્રમાંક છે. પ્રશ્ન પુસ્તિકા કોડ છે. નીરિક્ષકની સહી લીધી. ઉમેદવારની સહી લીધી. પ્રયાસ કરેલા પ્રશ્નોની સંખ્યા લીધી તમે, અને તમે પાર્ટીનું નામ પુરેપુરુ લખાવો છો. એ ત્રણ વિભાગમાં વહેંચ્યુ. એની અંદરથી. પાર્ટ A અને B પાડ્યુ, તો તમારે ખરેખર તેની ઉપર બારકોડ સ્ટીકર ના લગાવવું જોઇએ? PA ભરતભાઈ: આમા એવુ હશે ભાઇ, મને એવુ લાગે છે કે શોર્ટ ટાઇમ પીરિયડ હતો ને. ખ્યાલ આયો તમને. હવે બીજી ડિસેમ્બરે કેન્સલ થઇ પરીક્ષા પછી સાહેબ અઠવાડિયુ 10 દિવસ સ્ટ્રેસમાં હતા. વગર લેવાદેવાએ, પછી પાછુ સારુ થયુ એટલે ફટાફટ પ્રગતિ કરવી પડે. એટલા માટે તૈયારીઓ કરવી પડે પેપર કાઢવાની. કીર્તિ પટેલ : એટલે થોડીક ક્ષતિ રહી ગઇ, અને... PA ભરતભાઈ: હઅઅઅઅ... ટાઇમના અભાવે કદાચ આ બારકોડવાળુ રહી ગયું હશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર