પેપર લીક મામલોઃ પેપર ખરીદનાર 20 વર્ષીય યુવકની અરવલ્લીમાંથી અટકાયત

News18 Gujarati
Updated: December 4, 2018, 3:21 PM IST
પેપર લીક મામલોઃ પેપર ખરીદનાર 20 વર્ષીય યુવકની અરવલ્લીમાંથી અટકાયત
પ્રિતેશ પટેલ, (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: December 4, 2018, 3:21 PM IST
હાર્દિક પટેલ, અરવલ્લી

અરવલ્લીઃ લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક મામલે ગાંધીનગર પોલીસે વધુ એકની અટકાયત કરી છે. પોલીસે વહેલી સવારે ત્રણ વાગ્યે આ મામલે અરવલ્લી જિલ્લામાંથી પ્રિતેશ નટવર પટેલ નામના 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પ્રિતેશે મનહર પટેલ પાસેથી પેપર ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું છે.

એલઆરડીપેપર લીક કાંડમાં બાયડ તાલુકો એપી સેન્ટર બની રહ્યાનું સામે આવી રહ્યું છે. કારણ કે પેપર લીક કાંડ મામલે આ પહેલા મનહર પટેલની ધરપકડ તેમજ જયંત રાવલ નામના બીજેપીના કાર્યકરની અટકાયત કરવામાં આવી ચુકી છે. હવે પ્રિતેશ પટેલની પણ અરવલ્લી બાયડ તાલુકાના રસોમ ગામથી અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ LRD પેપર લીકઃ 'મારા પતિને કોઈ મોટા માણસે ફસાવ્યા છે,' યશપાલસિંહની પત્ની આવી સામે

મળી રહેલા માહિતી પ્રમાણે પ્રિતેશને વહેલી સવારે તેના ઘરેથી જ ઉઠાવી લેવામાં આવ્યો હતો. હાલ ગાંધીનગર ખાતે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એલઆરડીનું જે પેપર લીક થયું હતું તેને પાંચ લાખ જેટલી કિંમતમાં વેચવામાં આવ્યું હતું. પ્રિતેશે પેપર ખરીદવા માટે આટલી મોટી રકમની વ્યવસ્થા કેવી રીતે કરી તે પણ એક પ્રશ્ન છે.

આ પણ વાંચોઃ  પેપર લીક મામલે અટકાયત કરવામાં આવેલા જયેન્દ્ર રાવલના પુત્રના 10મી ડિસેમ્બરે લગ્નમળતી માહિતી પ્રમાણે મનહર પટેલની પૂછપરછ બાદ મળેલી લિંકના આધારે જ પ્રિતેશ પટેલની અટકાયત કરવમાં આવી છે. બીજી તરફ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા મનહર પટેલ, રૂપલ શર્મા, મુકેશ ચૌધરી અને પી.વી. પટેલને આજે મેડિકલ પરીક્ષણ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. તમામના રિપોર્ટ નોર્મલ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ પેપર લીક કાંડઃ મુકેશ ચૌધરી, મનહર પટેલ બાદ ભાજપના ત્રીજા કાર્યકરની અટકાયત
First published: December 4, 2018
વધુ વાંચો अगली ख़बर