લૉકડાઉન : રતનપુર રાજસ્થાન બોર્ડર પર બબાલ, પોલીસે NO-ENTRYના પાટીયા મારી દેતા કેટલાય લોકો અટવાયા

લૉકડાઉન : રતનપુર રાજસ્થાન બોર્ડર પર બબાલ, પોલીસે NO-ENTRYના પાટીયા મારી દેતા કેટલાય લોકો અટવાયા
બોર્ડર પર પ્રવાસીઓ સહ પરિવાર ભુખ્યા તરસ્યા અટવાઈ જતા હંગામો થયો છે.

અચાનક રાજસ્થાન સરકારે પલટી મારી, 6 મે પછીના પાસધારકોને રાજસ્થાન સરકાર પ્રવેશ ન આપવાનું નક્કી કર્યુ હોવાનું પોલીસનું રટણ

 • Share this:
  હાર્દિક પટેલ, અરલ્લી : રાજ્યમાંથી પરપ્રાંતીયોના વતન વાપસીની પ્રક્રિયા પુરજોશમાં છે. સુરતથી લઈને રાજસ્થાન બોર્ડરસુધી અને કચ્છથી લઈને મધ્યપ્રદેશ બોર્ડરસુધી ઠેરઠેર પરપ્રાંતીયો વાહનોમાં અને વિશેષ રેલગાડીઓમાં વતન ભણી ચાલ્યા છે. જોકે, રાજસ્થાન બોર્ડર પર આજે સ્થિતિ વણસી ગઈ છે. રાજસ્થાન સરકારે અચાનક પલટી મારી હોય તેમ પોતાના અને બહારના રાજ્યના લોકોને અરવલ્લી બોર્ડર પરથી પ્રવેશ આપવાનું બંધ કરી દેતા મોટી માથકૂટ સર્જાઈ છે.

  પ્રાપ્ત અહેવાલો મુજબ અરવલ્લી બોર્ડર પર પરપ્રાંતીયોના ટોળેને ટોળા વળ્યા છે. ગાડીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. પોલીસે સરકારની પરવાનગીનું બહાનું આપીને જાણે લોકોને રીતસરના રઝળાવી દીધા હોય તેવો માહલો છે. અહીંયા વાહનોની કતારોમાં અટવાયેલા લોકો 43 ડિગ્રી ગરમીમાં શેકાઈ રહ્યા છે. આ લોકો પોતાના વતનમાં જવા માંગે છે. પોલીસ કહી રહી છે કે સરકારે 6 મે પછીના પાસધારક વાહનના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.  આ પણ વાંચો :  સુરત : સસરાએ વિધવા પૂત્રવધુ પર ડમ્બલ્સથી જીવલેણ હુમલો કર્યો, માથું ફાટી જતાં 18 ટાંકા આવ્યા

  ગેહલોત સરકારની યાત્રિકોને પજવણી

  એક બાજુ કોરોના અને બીજી બાજુ રોજગારી ગુમાવેલા પરપ્રાંતિયોએ હિજરત આણી છે. વતનભણી રહેલા આ મજબુર હિજરતીઓને પડ્યા માથે પાટું જેવો ઘાટ સર્જાયો છે. રાજસ્થાનની ગેહલોત સરકાર અરવલ્લી બોર્ડર પર યાત્રિકોને પજવી રહી છે. સરકાર પાસધારકને પ્રવેશ નથી આપી રહી અને પોલીસ કારણ પણ સ્પષ્ટ નથી કરી રહી. હાલમાં તો રોડની બંને બાજુ માંડવા બાંધી દેવામાં આવ્યા છે.

  આ પણ વાંચો :  Coronavirus : મે મહિનાના કેસ પરથી અનુમાન, દેશમાં 2 અઠવાડિયામાં કોરોના ટોચે પહોંચશે

  રતનપુર બોર્ડર પર 'લાચારી'ની કતાર

  દરમિયાન આજે વહેલી સવારથી રાજ્યની રતનપુર બોર્ડર પર લાચારીની લાઇન જોવા મળી છે. આ કતારમાં અટવાયેલા વર્ગ લાચાર છે. તેમની પાસે ભોજન નથી કે પીવાના પાણીના પણ ફાંફા છે. દરમિયાન સરકાર તેમની મજબુરી પર પડ્યા માથે પાટું માંગી રહી છે. અટવાયેલા યાત્રિકો વહેલીતકે પોતાના વતનમાં પહોંચવા માંગે છે. હાલ રતનપુરમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
  Published by:News18 Gujarati
  First published:May 08, 2020, 11:43 am

  ટૉપ ન્યૂઝ