અરવલ્લીમાં વીજળી ત્રાટકી, હાથમતી નદીમાં ચાર ગાયો તણાઇ

News18 Gujarati
Updated: July 21, 2018, 7:47 PM IST
અરવલ્લીમાં વીજળી ત્રાટકી, હાથમતી નદીમાં ચાર ગાયો તણાઇ
વીજળી પડતાં ખંડીત થયું મહાદેવનું મંદિર

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર કર્યા બાદ વરસાદે ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી કરી છે.

  • Share this:
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર કર્યા બાદ વરસાદે ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી કરી છે. શુક્રવારથી જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. મેઘરાજાએ આ વિસ્તારમાં ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. શનિવારે પણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે અરવલ્લી જિલ્લામાં વીજળી ત્રાટકી હતી. જેના પગલે પશુધનનું મોત થયું હતું. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં હાથમતી નદીમાં ચાર ગાયો તણાઇ હોવાની માહિતી મળી રહી છે.

અરવલ્લીઃ ભિલોડાના રીંટોડામાં વીજળી ત્રાટકી

મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રીંટોજા ગામમાં શનિવારે વીજળી ત્રાટકી હતી. ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરમાં વીડળી પડતા ભારે નુકસાન થયું હતું. જ્યારે વીજળી પડવાથી ગાય અને વાછરડાનું મોત થયું હતું. વીજળીના ભયી લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

હિંમતનગરઃ હાથમતી નદીમાં ચાર ગાયો તણાઈ

સારબકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે આ જિલ્લાઓમાં વહેતી નદીઓમાં નવા નીર આવ્યા છે. પાણીની વધતી આવકના પગલે નદીઓ બંને કાંઠે વહી રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકમાંથી પસાર થતી હાથમતી નદીમાં ચાર ગાયો તણાઇ હોવાની માહિતી મળી રહી છે. એક કિનારથી બીજા કિનારા તરફ જવા માટે ગાયો પાણીના વહેણમાં પસાર થતી હતી. જોકે, આ સમયે હાથમતી કોઝવેમાં પાણીનું વહેણ વધતા પ્રવાહમાં ચાર ગાયો તણાઈ હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વરસાદી પાણી ગાયોને ખેંચી ગયું હતું.
First published: July 21, 2018, 7:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading