પેપર ફૂટ્યા બાદ 6 જાન્યુઆરીએ ફરીથી લોકરક્ષક દળની પરીક્ષા યોજાઇ હતી. જો કે આ વખતે પણ આ પરીક્ષા વિવાદમાં સપડાઇ છે. અરવલ્લી જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખે આરોપ લગાવ્યો કે 6 જાન્યુઆરીએ યોજાયેલી પરીક્ષામાં ગુપ્તતા જળવાઇ નથી. આ અંગે તઓએ PMO અને CMOને લેખિતમાં રજૂઆત કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અરવલ્લી જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ કીર્તિ પટેલે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. આ પત્ર હાલમાં જ યોજાયેલી લોકરક્ષક દળની પરીક્ષાને અનુસંધાને હતો. પત્રમાં કીર્તિ પટેલે લખ્યું કે ફરીથી લેવાયેલી પરીક્ષામાં ગુપ્તતા જળવાઇ નથી. પરીક્ષામાં બારકોડ સ્ટીકરનો ઉપયોગ નહી થતા મોટી ક્ષતિ હતી. પરીક્ષા વિભાગની આ ભૂલને લીધે 9 લાખ ઉમેદવારો સાથે મજાક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું. પેપર ફૂટી જતાં મુખ્યમંત્રી દ્વારા ફરીથી પરીક્ષા યોજવાનું નક્કી કર્યું હતું. જે ગત 6 જાન્યુઆરીએ યોજાઇ હતી. ત્યારે ફરીથી યોજાયેલી પરીક્ષામાં પણ ગેરરીતિના આક્ષેપોથી ફરી ચર્ચા જાગી છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર