મારા ભાઈને ભાનુશાળી હત્યા કેસમાં ફસાવવામાં આવ્યા છેઃ છબિલ પટેલના નાનાભાઈ

News18 Gujarati
Updated: January 9, 2019, 9:39 AM IST
મારા ભાઈને ભાનુશાળી હત્યા કેસમાં ફસાવવામાં આવ્યા છેઃ છબિલ પટેલના નાનાભાઈ
દિનેશ પટેલ

હત્યા કરાવે એવા તેમના સંસ્કાર જ નથી. તેમના પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે : દિનેશ પટેલ

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લીઃ ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ભાજપના જ નેતા છબિલ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જયંતિ ભાનુશાળીના પરિવારના લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે છબિલ પટેલે જ તેમની હત્યા કરાવી છે. બીજી તરફ છબિલ પટેલ હાલ અમેરિકા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ન્યૂઝ18 ગુજરાતી છબિલ પટેલના મૂળ વતન એવા રાયણનો માળ કંપા ગામ ખાતે પહોચ્યું હતું. અહીં તેમના નાનાભાઈએ જણાવ્યું હતું કે તેમના મોટાભાઈ એકદામ નિર્દોષ છે, તેમને ફસાવવામાં આવી રહ્યા છે.

મારા ભાઈ નિર્દોષ છેઃ દિનેશભાઈ પટેલ

છબિલ પટેલ પર લાગેલા આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રાયણના માળ કંપા ખાતે રહેતા છબિલ પટેલના નાનાભાઈ દિનેશ પટેલે જણાવ્યું કે, "મારા ભાઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેઓ લોકોને ખૂબ મદદ કરે છે. હત્યા કરાવે એવા તેમના સંસ્કાર જ નથી. તેમના પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. બંને વચ્ચે વિવાદ હતો ત્યારે તો તેઓ આવું કરે જ નહીં. કોઈ બીજાએ આ કૃત્ય કર્યું છે અને તેમનું નામ આવ્યું છે. બનાવ બાદ તેમણે અમારો કોઈ સંપર્ક કર્યો નથી. ટીવીમાં જોઈને અમને આ વાતની ખબર પડી હતી."

આ પણ વાંચોઃ જયંતિ ભાનુશાળી હત્યા કેસઃ છબીલ પટેલ સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ દાખલ

છબિલ પટેલ રાયણના માળ કંપા ગામના વતની છે. અહીં જ તેમનો જન્મ થયો હતો. એટલું જ તેમણે અભ્યાસ પણ અહીં જ કર્યો હતો. બાદમાં અહીંથી મુંબઈ અને બાદમાં ગાંધીનગર ગયા હતા. છબિલ પટેલના નાનાભાઈના કહેવા પ્રમાણે તેમની મોટાભાઈ સાથે ક્યારેક વાતચીત થતી હતી. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ છબિલ પટેલે તેમની સાથે કોઈ જ વાતચીત કરી નથી.

જયંતિ ભાનુશાળી હત્યા મામલે પાંચ સામે ફરિયાદ

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા મામલે પોલીસે પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. આ પાંચ લોકોમાં છબિલ પટેલ, તેમનો પુત્ર સિદ્ધાર્થ પટેલ, અમદાવાદના નરોડા ખાતે રહેતી મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર નામના વ્યક્તિનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ...તો જયંતિ ભાનુશાળીની કેબિનમાં રહેલા પ્રવાસીની પણ હત્યા થઈ ગઈ હોત

છબિલ પટેલ જયંતિ ભાનુશાલીને કારણે બે વખત ચૂંટણી હાર્યા!


રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કચ્છની અબડાસા બેઠક પરથી છબિલ પટેલ બે વખત વિઘાનસભાની ચૂંટણી હારી ગયા હતા તેની પાછળ ક્યાંકને ક્યાંક જયંતિ ભાનુશાલી જવાબદાર હતા. 2012માં વિધાનસભાની ચૂંટણી વખતે છબિલ પટેલ કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. આ વખતે તેમણે ભાજપના જયંતિ ભાનુશાલીને હરાવ્યા હતા. બાદમાં 2014ના વર્ષમાં છબિલ પટેલ મોદીથી પ્રેરિત થઈને ભાજપમાં જોડાઈ ગયા હતા.

દિનેશ પટેલ


છબિલ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે પેટા ચૂંટણીમાં જયંતિ ભાનુશાલીને બદલે છબિલ પટેલને ટિકિટ આપી હતી. કોંગ્રેસે તેમની સામે શક્તિસિંહને ઉભા રાખ્યા હતા. આ ચૂંટણી છબિલ પટેલ હારી ગયા હતા. રાજકીય પંડિતોના જણાવ્યા પ્રમાણે આ સમયે ભાજપે જયંતિ ભાનુશાલીને છબિલ પટેલ માટે કામ કરવાનો આદેશ કર્યો હતો, પરંતુ તેમની નિષ્ક્રિયતાને કારણે છબિલ પટેલ ચૂંટણી હારી ગયા હતા.

આ પણ વાંચોઃ BJP નેતા જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ આ કારણો જવાબદાર હોઈ શકે

2017માં છબિલ પટેલ ફરી હાર્યા

2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે અબડાસા બેઠક પરથી ફરીથી છબિલ પટેલને જ ટિકિટ આપી હતી. આ સમયે પણ જયંતિ ભાનુશાલીને કારણે છબિલ પટેલ ફરી એકવખત ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમને હાર આપી હતી.
Published by: Vinod Zankhaliya
First published: January 9, 2019, 9:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading