Home /News /north-gujarat /

અરવલ્લી: જમીન રીસર્વે કામગીરીમાં છબરડો, હજુ 3000 ખેડૂતોની અરજીનો નિકાલ બાકી

અરવલ્લી: જમીન રીસર્વે કામગીરીમાં છબરડો, હજુ 3000 ખેડૂતોની અરજીનો નિકાલ બાકી

આજ દીન સુધી કોઈજ નિકાલ આવ્યો નથી. જમીન માપણીમાં આ ખેડૂતોની જમીન ઘટી ગઈ છે, તો કેટલાક ખેડૂતોની જમીન વધી ગઈ છે.

આજ દીન સુધી કોઈજ નિકાલ આવ્યો નથી. જમીન માપણીમાં આ ખેડૂતોની જમીન ઘટી ગઈ છે, તો કેટલાક ખેડૂતોની જમીન વધી ગઈ છે.

    હાર્દિક પટેલ - અરવલ્લી

    અરવલ્લી જીલ્લામાં જમીન રીસર્વેની કામગીરીમાં અનેક છબરડા હજી પણ યથાવત રહેતા ખેડૂતોની પરેશાનીનો કોઈ હલ આવ્યો નથી. જિલ્લામાં હજુ પણ ૩૩૦૦ ખેડૂતોની અરજીઓનો નિકાલ બાકી રહેતા ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજુઆતો કરવા છતાં પણ જમીનોમાં સુધારો નહિ થતા જમીનો પરિવારના જગડાનું કારણ બની રહી છે.અત્યાર સુધીમાં કુલ ૧૬૬૭૩ ખેડૂતોએ રીસર્વે માટે અરજીઓ કરી છે. ત્યારે જીલ્લા ડીઆઈએલઆર કચેરી દ્વારા અત્યાર સુધીમાં માત્ર ૯૨૩૮ અરજીઓનો નિકાલ કરાયો છે જ્યારે ૩૩૦૦ ખેડૂતોની અરજીઓ હલ પણ બાકી છે.

    કહેવાય છે કે જર જમીન અને જોરું આ બધા છે કજીયાના છોરું, જેવો હાલ અરવલ્લી જિલ્લાના ખેડૂતોનો થયો છે. સેટેલાઇટ દ્વારા કરવામાં આવેલી જમીન માપણીમાં જિલ્લાના અનેક ખેડૂતોની જમીનોમાં છબરડા બહાર આવ્યા છે. જેને દુર કરવા માટે અત્યાર સુધીમાં કુલ ૧૬૬૭૩ ખેડૂતોએ રીસર્વે માટે અરજીઓ કરી છે. ત્યારે જીલ્લા ડીઆઈએલઆર કચેરી દ્વારા અત્યાર સુધીમાં માત્ર ૯૨૩૮ અરજીઓનો નિકાલ કરાયો છે, જ્યારે ૩૩૦૦ ખેડૂતોની અરજીઓ હલ પણ બાકી છે ત્યારે રી સર્વે કરાયા બાદ પણ ખેડૂતોની સમસ્યા જેસેથે રહી છે અને જીલ્લા દિઆઇએલાર દ્વારા સબ સલામતનાં દાવા કારાઈ રહ્યા છે.

    હજી પણ જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા ખોડંબા ગામના 20 થી વધુ ખેડૂતો આ સમસ્યાને કારણે પરેશાન થઈ ગયા છે. ખેડૂતોએ જમીનમાં થયેલા છબરડા દૂર કરવા માટે જિલ્લા ડી આઈ એલ આર કચેરીમાં રિસર્વે કરવા માટે અરજીઓ કરી છે. પરંતુ આજ દીન સુધી કોઈજ નિકાલ આવ્યો નથી. જમીન માપણીમાં આ ખેડૂતોની જમીન ઘટી ગઈ છે, તો કેટલાક ખેડૂતોની જમીન વધી ગઈ છે. એક સર્વે નંબરના ત્રણ ત્રણ સર્વે નંબર પણ થઈ જવાના છબરડા બહાર આવ્યા છે. ત્યારે સેટેલાઇટ સર્વેએ હાલતો ખેડૂતોને પાયમાલ કરવાની સાથે ઘરોમાં ઝઘડા કરી આપ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ ખેડૂતોની જમીનો માપણી કરી મૂળ માપ મુજબ જમીન કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહયા છે.

    સમગ્ર મામલે જીલ્લા DILR અધિકારી કે બી સુથારનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, હાલ કામગીરી ચાલી રહી છે, જે આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારે છેલ્લા ૨૦૧૫ના વર્ષથી ઉદ્ભવેલી સમસ્યાનો આજદિન સુધી નિકાલ થયો નથી ત્યારે આ એક માસમાં શું થાય છે તે જોવું રહ્યું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Aravalli, Error, Issue

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन