Home /News /north-gujarat /

Gujarat election: 150 જેટલા આઈઆરએસ અધિકારીઓને વિધાનસભાની ચૂંટણીઓની જવાબદારી સોંપાશે

Gujarat election: 150 જેટલા આઈઆરએસ અધિકારીઓને વિધાનસભાની ચૂંટણીઓની જવાબદારી સોંપાશે

આઇપીએસ અને આઇએએસ ઓફિસર્સની સાથે આઇઆરએસને પણ મહત્વની જવાબદારી સોંપાય છે

Gujarat latest news: ઓફિસરો દ્વારા કરવામાં આવતી ભારે મહેનત અને ચુસ્ત નિરીક્ષણના લીધે 2021માં આ પ્રકારના ગેરકાયદેસરના નાણાની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો હતો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં  (Gujarat Election 2022) સનદી અધિકારી, આઈપીએસ તેમજ રેવન્યૂ કેડરના અધિકારીઓની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવે છે. આગામી દિવસોમાં દોઢસો જેટલા આવકવેરાના ઉચ્ચ અધિકારીઓ કે જેઓ ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ (Indian revenue service) સાથે જોડાયેલા છે. તેમને હિસાબી બાબતો પર નજર રાખવા વિશેષ નિમણૂંક આપવામાં આવશે. જે આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ અને અન્ય નાણાંકીય બાબતોના હિસાબ પર બાજ નજર રાખશે. આ તમામ અધિકારીઓને ચૂંટણીલક્ષી તાલીમ પણ આપવામાં આવશે.

ગુજરાતની વિધાનસભાની  ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. તો બીજી બાજુ ચૂંટણી પંચે પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.  તેના ભાગરૂપે 150થી વધારે આવકવેરા અધિકારી ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ઓફિસર્સની ખર્ચ નિરીક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: નરેશ પટેલના 'રાજકારણ' પર પૂર્ણવિરામ: હાલ રાજકારણમાં નહીં જોડાય

આ અંગે ગુજરાતના આવકવેરા વિભાગ દ્વારા ટૂંક સમયમાં તેની યાદી જાહેરાત કરવામાં આવશે. ચૂટણીમાં આઇપીએસ ઓફિસર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોશે. આઇએએસ ઓફિસર વહીવટીતંત્ર જોશે અને આઇઆરએસ ઓફિસરો ખર્ચ નિરીક્ષકો તરીકેની જવાબદારી સંભાળશે.  તેઓ ચૂંટણીમાં મની પાવર કોઈ એક પક્ષની તરફેણમાં પાસુ ન ઝુકાવે તથા બધા ઉમેદવારોને સમાન તક મળે તે જોવાની જવાબદારી નિભાશે. ગુજરાતના દરેક જિલ્લામાં ચારથી પાંચ આઇઆરએસ ઓફિસરની નિમણૂક કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: પીએમ મોદીના આવતા પહેલા ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી

આઇપીએસ અને આઇએએસ ઓફિસર્સની સાથે આઇઆરએસને પણ મહત્વની જવાબદારી સોંપાય છે. જે મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે  ચૂંટણી યોજવા માટે જવાબદારી નિભાવે છે. આ ખર્ચ નિરીક્ષકોનું મુખ્ય કાર્ય ચૂંટણીમાં આવતા બ્લેક મનીનો પ્રવાહ અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાનની ગેરકાયદેસર રીતે ઠલવાતા નાણાને ચકાસવાનું હોય છે. આઇટી વિભાગ ફંડ્સની હિલચાલ ચેક કરવા એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ પણ સક્રિય કરશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે (સીબીડીટી) પણ અલગ ઇલેકશન સેલ ઊભો કર્યો છે, જેમા ઉમેદવારો દ્વારા ફાઇલ કરવામાં આવેલી ખોટી એફિડેવિટની તપાસના પડતર કેસો ઉકેલી શકાય, તેમના પ્રદાનનું વિશ્લેષણ કરી શકાય અને રાજકીય પક્ષોના વાર્ષિક અહેવાલ જોઈ શકાય. ગુજરાતનો આવકવેરા વિભાગ કોઈપણ પ્રકારની ખોટી પ્રવૃત્તિની નોંધ માટે લોકોને ટોલ-ફ્રી નંબર આપશે જેના પર લોકો ફરિયાદ કરી શકશે.

આઇઆરએસ ઓફિસર્સ અને તેનો સ્ટાફ ચૂંટણી દરમિયાન ચોવીસ કલાક ખડે પગે રહેશે. આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અસરકારક નિરીક્ષણ નિયંત્રણના લીધે ગેરકાયદે નાણાનો જંગી જથ્થો પકડાયો હતો. ઓફિસરો દ્વારા કરવામાં આવતી ભારે મહેનત અને ચુસ્ત નિરીક્ષણના લીધે 2021માં આ પ્રકારના ગેરકાયદેસરના નાણાની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો હતો, જે 2016માં રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં પકડાયેલા જથ્થા કરતા 4.5 ગણો વધારે હતો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત, ગુજરાત ચૂંટણી, ગુજરાત ચૂંટણી 2022

આગામી સમાચાર