Home /News /north-gujarat /

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: 'માનવતા માટે યોગની થીમ' પર ઊજવણી કરાઇ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: 'માનવતા માટે યોગની થીમ' પર ઊજવણી કરાઇ

રાજ્યમાં 75 સ્થળો પર લોકોએ એક સાથે યોગ કર્યા.

Gujarat Yoga Day: રાજ્યમાં 75 સ્થળો પર લોકોએ એક સાથે યોગ કરી સ્વસ્થ રાષ્ટ્ નિર્માણ અમૂલ્ય ફાળો આપ્યો.

અમદાવાદ: વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ (International Yoga Day) દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 'માનવતા માટે યોગ' (Yoga for Humanity)ની થીમ પર ઉજવણી કરાઇ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના  (CM Bhupendra Patel) અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ કરવામાં આવી. જેમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ અને રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિતિ રહ્યા. આ કાર્યક્રમમાં ૭૫૦૦થી વધુ લોકો સહભાગી થયા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં 75 વર્ષ આઝાદીનો અમૃત મોહત્સવ ઉજવીએ છીએ. 75 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. યોગ દરેકના જીવનમાં અમૃત ફેલાવે તેવી શુભેચ્છા પાઠવું છું. માનવતા માટે યોગની થીમ ઉજવણી કરવામાં આવી. યોગ કરવા પ્રેરિત કર્યા છે. એક સાથે જોડાવવાનું અપૂર્વ કાર્ય યોગથી થઈ રહ્યું છે. યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ બોર્ડની વ્યવસ્થા કરી છે.

દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાયા. દેશને યોગ દિવસે સંબોધન કર્યું. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના સુદ્રઢ માર્ગદર્શન અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના આયોજન હેઠળ રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

રાજયના ૩૩ જિલ્લાઓના જે ૭૫ સ્થળોની પસંદગી હતી.૧૮ જેટલાં ઐતહાસિક સ્થળો, ૧૭ જેટલાં ધાર્મિક સ્થળો, ૨૨ જેટલાં પ્રવાસન સ્થળો, ૧૭ જેટલાં કુદરતી સ્થળો અને એક શૈક્ષણિક સ્થળએ એક સાથે યોગ કરી ઉજવણી કરવામાં આવી છે. રાજ્યમાં 75 સ્થળો પર લોકોએ એક સાથે યોગ કરી સ્વસ્થ રાષ્ટ્ નિર્માણ અમૂલ્ય ફાળો આપ્યો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: World yoga day, ગુજરાત, યોગ દિવસ

આગામી સમાચાર