Home /News /north-gujarat /

Aravali Crime: યુવતીએ જેને પ્રેમ કર્યો તેને જ ફસાવ્યો, પ્રેમ લગ્નનો બદલો લેવા ગેંગરેપનો સહારો લીધો

Aravali Crime: યુવતીએ જેને પ્રેમ કર્યો તેને જ ફસાવ્યો, પ્રેમ લગ્નનો બદલો લેવા ગેંગરેપનો સહારો લીધો

ઘટનાની ગાંભીરતા જોઇ પોલિસે આકાશ-પાતળ એક કરી ત્રણ આરોપીઓને તાત્કાલીક પકડી પાડ્યા હતા.

થોડા સમય પહેલા ભિલોડા પંથકમાં ગેંગ રેપ (Gang Rape)ની ફરિયાદ થઇ હતી, જેમાં પોલિસ તપાસમાં ગેંગ રેપનું તરકટ સામે આવતા પોલિસ હવે કડક કર્યવાહી કરી છે અને ખોટી ફરિયાદ કરાવનાર તેમજ અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

વધુ જુઓ ...
  હાર્દિક પટેલ, અરવલ્લી: જિલ્લા (Aravali)માં ખોટી રીતે ફરિયાદ કરાવવાની ધાક-ધમકી આપવાનો ટ્રેન્ડ વધી ગયો હોય તેવું લાગ છે, પણ આ બાબતે હવે અરવલ્લી જિલ્લા પોલિસ (Aravali Police) ગંભીર બની છે અને જો ખોટી ફરિયાદ (Fake FIR) દાખલ કરાઈ તો આવા લોકો સામે પણ પોલીસ ગુનો નોંધી રહી છે. હાલમાં બે બે ઘટનાઓમાં ફરિયાદી ખોટા સાબિત થયા હતા, જેને લઇને નિર્દોષ વ્યક્તિઓ પર માનહાનિ થતાં પોલીસ એક્શન મોડમાં આવી છે.

  થોડા સમય પહેલા ભિલોડા પંથકમાં ગેંગ રેપ (Gang Rape)ની ફરિયાદ થઇ હતી, જેમાં પોલિસ તપાસમાં ગેંગ રેપનું તરકટ સામે આવતા પોલિસ હવે કડક કર્યવાહી કરી છે અને ખોટી ફરિયાદ કરાવનાર તેમજ અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

  શું હતો સમગ્ર મામલો

  તારીખ 11-06-2022 ના રોજ ભિલોડા તાલુકાના જસવંતપુરા ગામની સીમમાં જંગલમાં સગીરા સાથે કથિત ગેંગ રેપની ઘટના સામે આવી હતી, જેને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જે તે સમયે ઘટના એવી હતી કે, સગીરાને રિક્ષામાં બેસાડી ત્રણ ઇસમો જંગલમાં લઇ ગયા હતા અને ગેંગ રેપ કર્યો હતો. આ સાથે જ આરોપીઓએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાને મદદગારી કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ભિલોડા પોલિસ એક્શનમાં આવી ગઇ અને ભિલોડા પોલીસ ઇન્સપેક્ટર એમ.જી.વસાવા તેમજ તેમની ટીમ દ્વારા તાત્કાલીક તે ગુન્હાની એફ.આઇ.આર. રજીસ્ટર કરવામાં આવી હતી.  ઘટનાની ગાંભીરતા જોઇ પોલિસે આકાશ-પાતળ એક કરી ત્રણ આરોપીઓને તાત્કાલીક પકડી પાડ્યા હતા. ડીવાયએસપી ભરત બાસિયાની આગેવાનીમાં હાથ ધરાયેલી તપાસમાં મોટો ખુલાસો થયો હતો. જેમાં ગેંગ રેપના ગુન્હાની આગળની તપાસ સંભાળી લઇ ભોગ બનનાર સગીરાની જરૂરી મેડીકલ તપાસણી કરાવવામાં આવી હતી અને ફરીયાદ સબંધે સગીરાની વધુ પુછપરછ કરતા સગીરાએ જણાવેલ કે, આ ફરીયાદ ખોટી રીતે કુટુંબના અંગત અદાવતના કારણે આપવામાં આવી છે. ત્યારબાદ પોલિસે ગુનાની વૈજ્ઞાનિક ઢબે ઉંડાણ પૂર્વક તપાસ કરતા સમગ્ર મામલો તદ્દન ખોટો અને ઉપજાવી કાઢેલ હોવાનું જણાઇ આવતા પોલીસ ઇન્સપેક્ટર એમ.જી.વસાવા દ્વારા ગેંગરેપ બાબતે આપેલ ફરીયાદના ફરીયાદી તથા જે ઇસમના કહેવાથી આ ફરીયાદ ફરીયાદીએ આપેલ તે બન્ને વિરુદ્ધ ગંભીર કલમો મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો- VIDEO: ગોતેશ્વર મહાદેવના મંદિરમાં આવેલ કળશીમાં નાગદેવતા જોવા મળ્યા

  મેઘરજની મોટી પંડુલીમાં પણ આવું જ કંઇક થયું!

  હાલમાં જ મેઘરજની મોટી પંડુલીની એક કોલેજીયન યુવતીની લાશ 16 જૂન 2022 ના રોજ મળી આવી હતી, જેમાં પોલિસે 4 લોકો સામે ગુનો નોંધ્યો હતો, ત્યારબાદ પોલિસ ફરિયાદમાં સાક્ષી જ આરોપી નિકળ્યો હતો, અને જે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, તે તમામ લોકોની હત્યામાં સંડોવણી સામે આવી નહોતી.

  આ પણ વાંચો- સરકારી અનાજનો જથ્થો ગરીબના પેટમાં નહીં પણ કચરામાં ગયો

  અરવલ્લી જિલ્લામાં આ મહિનામાં બે ઘટનાઓએ ચકચાર મચાવી હતી, જેમાં બન્ને ફરિયાદમાં આરોપીઓ નિર્દોષ સાબિત થયા છે. જિલ્લા પોલિસ તંત્ર દ્વારા ખોટી ફરિયાદ કરાવનારા સામે પણ ગંભીર કલમ લગાવીનો કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. ભિલોડામાં ગેંગ રેપ અને પોક્સો કલમ લગાવીને અંગત અદાવતમાં 3 ઇસમોને ફસાવવાના કેસમાં બે લોકો કે જેઓ ફરિયાદી હતી. તેમની સામે પોલિસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Aravali, Crime news, Sabarkantha, અરવલ્લી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन