હાર્દિક પટેલ, અરવલ્લી : જિલ્લામાં દિન પ્રતિદિન હત્યા, આત્મહત્યા સહિતના અણબનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક હત્યાની ઘટના બાયડ તાલુકામાં સામે આવી છે. બાયડ તાલુકાના અહેમદપુરા ગામે પતિએ પત્નીની નિર્દય હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાયડ તાલુકાના અહેમદ પુરા ગામે રહેતા માધુસિંહે તેમની તેમની પત્ની ઈન્દુની અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારના ઘા મારી નિર્દય હત્યા કરી હોવાની ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવને પગલે સાઠંબા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મામલો હાથ પર લઈ તપાસ શરૂ કરી હતી. આ સમયે મહિલાના પિયર પક્ષના માણસો પણ અહેમદપુરા ગામે દોડી આવ્યા હતા જેના કારણે ભરેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો અને હત્યારા પતિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી પતિ માધુસિંહની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે. સાથે હત્યા કેમ કરવામાં આવી, તેની પાછળનું કારણ શું છે? તે જાણવા પાડોશીઓની પુછપરછ હાથ ધરી પ્રાથમિક માહિતી મેળવવાનું શરૂ કર્યું છે. સાથે મૃતકને પીએમ માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આવી જ એક ઘટના આજે દિલ્હીના બાબા હરિદાસ નગર વિસ્તારથી પણ સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ ગુસ્સામાં પોતાની સાસુ અને પત્ની ઉપર તાબડતોબ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બંનેનું ઘરમાં જ સ્થળ ઉપર મોત નીપજ્યુ હતું. આરોપીની ઓળખ બાબા હરિદાસ નગરના નારનુમ પાર્ક નિવાસી મહેશના રૂપમાં થઈ છે. આરોપીની મૃતક પત્નીનું નામ 21 વર્ષીય નિધી અને સાસુનું નામ 55 વર્ષીય વીરો છે.
દિલ્હી પોલીસ સૂત્રો પ્રમાણે આરોપી મહેશ પોતાની સાસુ અને પત્નીથી નારાજ રહેતો હતો. કારણ કે બંને ઘર જમાઈ રહેવાના કારણે છાસવારે મ્હેણા મારતી હતી. જેના કારણે તેણે પોતાની પત્ની અને સાસુને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટનાનને અંજામ આપ્યા બાદ મહેશે ખુદ પોલીસને કોલ કરીને જાણકારી આપી હતી. જ્યારે ધરપકડના ડરથી ભાગવાની જગ્યાએ ઘટના સ્થળે જ હાજર રહ્યો હતો. ઘટના સ્થળે પહોંચીને પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું કે તેનો કબ્જામાંથી હથિયાર જપ્ત કરી લીધું છે. ભારતીય દંડ સંહિતાની ધારા 302ના અંતર્ગત મામલો દર્દ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર