બાયડમાં 'બાહુબલી' જશુ પટેલે ધવલસિંહ ઝાલાનું 'કમળ' ઉગતા પહેલા જ કરમાવી દીધું!

News18 Gujarati
Updated: October 27, 2019, 12:51 PM IST
બાયડમાં 'બાહુબલી' જશુ પટેલે ધવલસિંહ ઝાલાનું 'કમળ' ઉગતા પહેલા જ કરમાવી દીધું!
બાયડ બેઠકમાં 2.31 લાખ મતદારો છે તેમાં 1.26 લાખ મતદારો ક્ષત્રિય સમાજ છે. આથી, ભાજપ માટે આ બેઠક હોટ ફેવરિટ ગણાતી હતી પણ.....

બાયડ બેઠકમાં 2.31 લાખ મતદારો છે તેમાં 1.26 લાખ મતદારો ક્ષત્રિય સમાજ છે. આથી, ભાજપ માટે આ બેઠક હોટ ફેવરિટ ગણાતી હતી પણ.....

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લી: ગુજરાતમાં યોજાયેલા વિધાનસભાની છ બેઠકોની પેટા-ચૂંટણીના પરિણામોએ સત્તા પક્ષની દિવાળી બગાડી છે. છ બેઠકોમાંથી ત્રણ કૉંગ્રેસ અને ત્રણ ભાજપના ફાળે ગઇ છે પણ રાધનપુર અને બાયડની બેઠકોના પરિણામોએ રાજકીય નિરીક્ષકો અને ભાજપની ટોચની નેતાગીરીને ચિંતામાં મૂકી દીધી છે.

અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ હતો. આ બેઠક પરથી કૉંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં આવેલા ઠાકોર નેતા ધવલસિંહ ઝાલા સામે કૉંગ્રેસના નેતા અને સ્થાનિક કક્ષાએ બાહુબલી ગણાતા સહકારી આગેવાન જશુ પટેલ ચૂંટણી લડ્યા હતા.

જાતિવાદના રાજકારણને આગળ ધરી મતના રાજકારણમાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને મતદારોએ જબરદસ્ત તમાચો માર્યો. બાયડ બેઠક પર 65 ટકા જેટલા મતદારો ક્ષત્રિય છે પણ આ બેઠક પર પટેલ ઉમેદવાદનો વિજય થયો અને રાજકીય પંડિતોને આશ્ચર્યમાં મૂકી દીધા.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સહિતના તેમના સાથીદારો લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસની નેતાગીરી સામે બેફામ આક્ષેપો કરી ભાજપમાં જોડાયા હતા. તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામું આપતા આ બેઠકો ખાલી પડી હતી. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા રાજકારણમાં આવ્યા ત્યારથી સતત માધ્યમોમાં ચમકતા રહેતા હતા.

જશુ પટેલ છેલ્લા 40 વર્ષથી સહકારી આગેવાન છે અને બાહુબલી નેતા ગણાય છે. તેમના પિતા શિવાભાઇ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

જશુભાઇ પટેલ માલપુર તાલુકાનાં હેલોદર ગામના વતની છે. 2004માં માલપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બન્યા. આ જ વર્ષમાં સાબરકાંઠા કૉઓપરેટિવ બેંકના ડિરેક્ટર બન્યાં. આ ઉપરાંત, તેઓ માલપુર તાલુકા લેઉઆ પાટીદાર સમાજનાં પ્રમુખ પણ હતા. જશુભાઇ પટેલ સાબર ડેરીનાં વાઇસ ચેરમેન પણ રહી ચૂક્યા છે.કયા મુદ્દા પેટા-ચૂંટણીમાં મહત્વના રહ્યાં ?

બાયડ બેઠકમાં 2.31 લાખ મતદારો છે તેમાં 1.26 લાખ મતદારો ક્ષત્રિય સમાજ છે. આથી, ભાજપ માટે આ બેઠક હોટ ફેવરિટ ગણાતી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન ધવલસિંહ ઝાલાએ જશુભાઇ પટેલ પર આક્ષેપો કર્યા હતા અને તેમના ભૂતકાળને ઉખેળવાનો પ્રયાસ કર્યો. પણ જશુભાઇ પટેલે હરીફ ઉમેદવાર પર કોઇ આક્ષેપ કરવાનું ટાળ્યું. તેમણે સ્થાનિક મુદ્દાઓને મુખ્ય મુદ્દો બનાવ્યો.

‘મેં મારા ચૂંટણી પ્રચાર દરમિયાન નકારાત્મક અભિગમ રાખવાને બદલે લોકોના કામ કરવાની વાત કરી અને ખાતરી આપી કે, જો હું ચૂંટાઇશ તો સ્થાનિક પ્રશ્નોને પ્રાધાન્ય આપીશ,” જશુભાઇ પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું.
First published: October 27, 2019
વધુ વાંચો
अगली ख़बर