ગુજરાતમાં આ જગ્યાએ આવેલું છે સુતેલા હનુમાનજીનું મંદિર, કરો દર્શન

News18 Gujarati
Updated: March 31, 2018, 9:23 AM IST
ગુજરાતમાં આ જગ્યાએ આવેલું છે સુતેલા હનુમાનજીનું મંદિર, કરો દર્શન

  • Share this:
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા સાકરીયા ગામે રાજ્યનું એક માત્ર સુતેલા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર ભીડભંજન હનુમાનજીના નામે પ્રચલિત છે. ત્યારે આજે હનુમાન જયંતીના પાવન અવસરે આ મંદિર ખાતે હનુમાન જ્યંતીની ઉજવણી ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરાઈ હતી.

આ પ્રસંગે ભગવાનના મંદિર સહિત ગર્ભ ગૃહને ફૂલો અને લાઇટોની રોશનીથી શણગારાયા હતા. જ્યારે હનુમાન જયંતી નિમિત્તે ભગવાનને બદામ કાજુ જેવા સૂકા મેવાનો ભોગ ધરાવાયો હતો આ પ્રસંગે મારૂતિ યજ્ઞ પણ કરાયો હતો. જેમા 100 પરિવારોએ યજ્ઞ પૂજામાં બેસી પૂજાવિધીનો લાભ લીધો હતો. શનિવાર અને હનુમાન જયંતીના પાવન અવસરે ભગવાનના દર્શન માટે વહેલી સવારથી હજારો ભક્તો દર્શન માટે ઉમટયા હતા અને દર્શન કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા 41 કિલોની કેક પણ બનાવાઈ છે જે મોડી રાત્રે કાપવામાં આવશે.ભક્ત મધુસુદન વ્યાસે જણાવ્યું કે, આજે હનુમાન જયંતી નિમિત્તે ભક્તિભાવથી અમે દર્શન કરવા આવ્યાં છે. સયંમના અનુઆયી હનુમાન દાદાની સુતેલી મૂર્તિ ગુજરાતમાં એક માત્ર અહીં આવેલી છે. દર્શન કરી ધન્ય બની રહ્યા છે.
First published: March 31, 2018
વધુ વાંચો
अगली ख़बर