ગુજરાતીઓ રાજસ્થાન જવાનો પ્લાન હોય તો જાણી લેજો, કોરોના ટેસ્ટ વગર નહીં મળે પ્રવેશ

પ્રતીકાત્મક તસવીર

ત્યારે હવે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

 • Share this:
  આખા દેશમાં (India) કોરોના વાયરસની (Coronavirus) નવી લહેરને પગલે ધીરે ધીરે પોઝિટિવ કેસમાં (coronavirus positive) વધારો થયો છે. ત્યારે રાજસ્થાન (Rajasthan) સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજસ્થાન સરકારે જાહેર કર્યું છે કે, રાજસ્થાન આવતા પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કરાવવાનો રહેશે. તો હવે ગુજરાતીઓએ રાજસ્થાન કામ કે ફરવા માટે જવું હોય તો પહેલા કોરોના વાયરસનો ટેસ્ટ (Coronavirus test) કરાવવાનો રહેશે. મહારાષ્ટ્ર સરકારે પણ તેમની હદમાં પ્રવેશતા મુસાફરો માટે આ નિર્ણય કર્યો છે. ત્યારે અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા છે.

  72 કલાકમાં કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ પ્રવેશ

  રાજસ્થાન સરકારે આદેશ કર્યો છે કે, 72 કલાકમાં RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ મળશે. આ સાથે જ ગુજરાતીઓેને હવે RTPCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહિ મળે. આ માટે રાજસ્થાન સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર સઘન બંદોબસ્ત લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનમાં આંગણવાડી કેન્દ્ર અને સ્કુલોમાં ધો.5 સુધીના ધોરણ પહેલાની જેમ 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવ્યા છે.

  અમદાવાદના વૃદ્ધ દંપતીના ફરાર હત્યારાઓ ઓળખાયા, પોલીસે 200થી વધુ CCTV તપાસ્યા

  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં લેવાયો નિર્ણય

  મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલા કોવિડ 19 મહામારીની સ્થિતની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. ગહેલોતે કહ્યું કે, ગત કેટલાક દિવસો દરમિયાન સામાન્ય લોકો દ્વારા પ્રોટોકોલનાં પાલનમાં બેદરકારી ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે સ્વાયત્ત શાસન વિભાગ અને સૂચના તથા જનસંમ્પર્ક વિભાગને જાગરુકતા અભિયાનમાં ફરી તેજી લાવવા તથા પોલીસ સહિત અન્ય વિભાગોએ આમાં સહયોગ આપવાના નિર્દેશ આપ્યા. તેમણે કહ્યું કે ક્યાંક આપણે કોરોનાથી જીતેલી જંગ હારી ન જઈએ. એટલા માટે તમામ નિયમોનું પાલન સાવધાની રાખવી પડશે.

  CM રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે કર્યા મા અંબાના દર્શન, કહ્યું 'અંબાજીના વિકાસની દિશામાં કામ થઇ રહ્યું છે'

  રાજ્યમાં પ્રવાસીઓ મોટા પ્રમાણમાં આવે છે

  નોંધનીય છે કે, રાજસ્થાનમાં ફરવા માટે ગુજરાતીઓની સાથે દેશવિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે રાજસ્થાન સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ રાજ્યોના પ્રવાસીઓ માટે નિર્ણય કર્યો છે.  ત્યારે હવે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
  Published by:Kaushal Pancholi
  First published: