Home /News /north-gujarat /અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ નોંધાયો, મેશ્વો ડેમ ઓવરફ્લોથી માત્ર બે મીટર દૂર
અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ નોંધાયો, મેશ્વો ડેમ ઓવરફ્લોથી માત્ર બે મીટર દૂર
અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઇ છે.
માઝુમ ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક સામે 154.91 મીટર સપાટી નોંધાઈ છે. મેશ્વો ડેમમાં 570 ક્યુસેક આવકની સામે 212.25 મીટર સપાટી પહોંચી છે. મેશ્વો ડેમ ઓવરફ્લોથી માત્ર બે મીટર દૂર છે.
Gujarat Monsoon Update: રાજ્યના ઘણા જિલ્લાઓમાં આજે મેઘરાજા (Rainfall in Gujarat) એ ધબધબાટી બોલાવી છે. ત્યારે અરવલ્લી (Aravali Rainfall)માં આજે ધોધમાર વરસાદ (Aravali Rain) વરસ્યો છે. જેમાં મેઘરજ (Meghraj Rainfall)માં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પાણીની આવક થઇ છે. વાત્રક નદીમાં મોટા પ્રમાણમાં નવા નીર આવ્યા છે. ત્યાં જ પિશાલ અને ઇપલોડા મેઘરજનો રસ્તો બંધ કરી દેવાયો છે. નદી બે કાંઠે થતા લોકો ભવ્ય નજારો જોવા ઉમટી પડ્યા છે.
આજે રાજ્યના આશરે 200 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ત્યાં જ આવતીકાલે રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે. જોકે આ વરસાદનો અંતિમ મહિનો માનવામાં આવે છે.
અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઇ છે. વાત્રક ડેમમાં 13.910 ક્યુસેક પાણીની આવક થતા વાત્રકની સપાટી 130.21 મીટર નોંધાઈ છે. માઝુમ ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક સામે 154.91 મીટર સપાટી નોંધાઈ છે. મેશ્વો ડેમમાં 570 ક્યુસેક આવકની સામે 212.25 મીટર સપાટી પહોંચી છે. મેશ્વો ડેમ ઓવરફ્લોથી માત્ર બે મીટર દૂર છે.
તમને જણાવી દઇએ કે, સાબરકાંઠા જિલ્લામાં આજે આખો દિવસ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેના પગલે મોતીપુરા નેશનલ હાઈવે પર પાણી ભરાયાં હતા અને ખુલ્લી ગટરોમાં વાહનો ફસાવવાના બનાવો પણ સામે આવ્યા છે. જોકે રોડ પર પાણી ફરી વળતા અને ગટરો ખુલ્લી રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
રાજ્યમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો અત્યારસુધી 85.56 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં સૌથી વધારે 137.76 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 76.73 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 73.23 ટકા, સૌરાષ્ટ્રમાં 79.58 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 95.36 ટકા વરસાદ પડ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર