Home /News /north-gujarat /ધનસુરામાં કૉંગ્રેસનાં પ્રમુખ પદના ઉમેદવારે ભાજપને મત આપી દીધો; લીલીયામાં કૉંગ્રેસ નસીબના જોરે સત્તારૂઢ!

ધનસુરામાં કૉંગ્રેસનાં પ્રમુખ પદના ઉમેદવારે ભાજપને મત આપી દીધો; લીલીયામાં કૉંગ્રેસ નસીબના જોરે સત્તારૂઢ!

ધનસુરા તાલુકા પંચાયતની ચૂંટણી.

અમરેલી જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ તો બગસરા અને લીલીયા તાલુકા પંચાયતને બાદ કરતા બાકીની તમામ સંસ્થાઓમાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે.

હાર્દિક પટેલ, અરવલ્લી/ રાજન ગઢીયા, અમરેલી: અરવલ્લીમાં જિલ્લા પંચાયત (District panchayat) અને છ તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા પર આવી છે. જેમાં આજે પ્રમુખો અને ઉપપ્રમુખોની ચૂંટણી આજે યોજાઈ હતી. ધનસુરા તાલુકા પંચાયત (Dhansura taluka panchayat)માં કુલ 18 બેઠકોમાંથી 15 બેઠકો મેળવનાર ભાજપે (BJP) સંપૂર્ણ બહુમત સાથે સત્તા મેળવી છે. કૉંગ્રેસ (Congress) પાસે બે અને અપક્ષ પાસે એક બેઠક છે. જેમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદે કિરણબા તખતસિંહ પરમાર અને ઉપપ્રમુખ પદે અમૃતભાઈ ખેતાભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. ધનસુરા તાલુકા પંચાતની ચૂંટણી વખતે એક હાસ્યસ્પદ બનાવ બન્યો હતો. બીજી તરફ અમરેલીના લીલીયા (Liliya taluka panchayat) ખાતે કૉંગ્રેસે નસીબના જોરે સત્તા મેળવી છે.

ધનસુરામાં ચૂંટણી વખતે હાસ્યાસ્પદ ઘટના

ધનસુરા તાલુકા પંચાયતમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ચોંકવનારી અને હાસ્યાસ્પદ ઘટના સામે આવી હતી. જેમાં કૉંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર હંસાબેન ખાંટે પોતાનો મત હાથ ઊંચો કરી ભાજપના પ્રમુખના ઉમેદવાર કિરણબાને આપી દીધો હતો. ચૂંટણી પ્રક્રિયા તાલુકા પંચાયત હોલમાં યોજાઈ હતી. જેમાં કુલ 18 તાલુકા સદસ્યો ઉપસ્થિત હતા. ચૂંટણી પ્રક્રિયાના નિયમ મુજબ હાથ ઊંચો કરી પોતાનો મત ઉમેદવારને આપવાનો હોય છે. ત્યારે વિધિવત ટાઈમ મુજબ આ પ્રક્રિયાનો પ્રારંભ થતા ભાજપના ઉમેદવાર કિરણબાને મત આપવા કહેવાયું હતું. આ સમયે ભાજપના 15 સદસ્યોએ હાથ ઊંચા કર્યા હતા. આ જ સમયે કૉંગ્રેસના પ્રમુખના ઉમેદવાર હંસાબેને પણ હાથ ઊંચો કરતા તેમનો મત ભાજપને માંડ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: '70 હજાર આપી દે નહી તો હું મારી ગાડીમાં તલવાર અને હોકી રાખું જ છું,' વ્યાજખોરની ધમકી

લીલીયા તાલુકા પંચાયતમાં નસીબના જોરે કોંગ્રેસ સત્તારૂઢ!

અમરેલી જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ તો બગસરા અને લીલીયા તાલુકા પંચાયતને બાદ કરતા બાકીની તમામ સંસ્થાઓમાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે. બગસરા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસને બહુમતી મળી છે, જ્યારે લીલીયા તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠક પૈકી બંન પક્ષોને 8-8 બેઠકો મળતા ટાઈ પડી હતી. આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ બંન્ને પક્ષો તરફથી આઠ-આઠ ઉમેદવાર હાજર રહ્યા હતા. જેમાં ચીઠ્ઠી ઉછાળીને પ્રમુખ અને ઉપપ્રમુખ પદ નક્કી કરવામાં આવતા કૉંગ્રેસને નસીબના જોરે સત્તા મળી હતી.

આ પણ વાંચો: વાહ રે કૉંગ્રેસ! સસ્પેન્ડ થયેલા નેતાને 24 દિવસમાં પ્રમોશન સાથે રાષ્ટ્રીય જવાબદારી મળી



આ પણ વાંચો: LIC Nivesh Plus Planમાં એક વખત રોકાણ કરીને મેળવો તગડું રિટર્ન, જાણો વિગતો

આમ તમામ તાલુકા પંચાયતોમાંથી લીલીયા તાલુકા પંચાયતની ચૂંટણી રસપ્રદ બની હતી. તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ચૂંટણી પરિણામોમાં ભાજપના ફાળે 8 અને કૉંગ્રેસના ફાળે 8 બેઠકો આવી હતી. બંને પક્ષોને 8-8 બેઠક મળતા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બંને પક્ષોના ઉમેદવારોએ દાવેદારી કરી હતી. ભાજપના રેખાબેન વાડદોરીયાએ પ્રમુખ તો ઉપપ્રમુખ તરીકે રાશીભાઈ ડેરે દાવેદારી કરી હતી. કૉંગ્રેસમાંથી વિલાસબેન બેરાએ પ્રમુખ પદે અને ઉપપ્રમુખ તરીકે ભુપતભાઇ પટોળીયાએ દાવેદારી કરી હતી. ટાઈ હોવાથી ચીઠ્ઠી ઉછાળી ચૂંટણી કરાતા પ્રમુખ તરીકે કૉંગ્રેસના દાવેદાર વિલાસબેન બેરા અને ઉપપ્રમુખ તરીકે કૉંગ્રેસના ભુપતભાઇ પટોળીયાચૂંટાઈ આવ્યા હતા.
First published:

Tags: Aravalli, Election 2021, Local Body Polls, કોંગ્રેસ, ભાજપ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો