અરવલ્લી: મોડાસા નગરપાલિકામાં AIMIMની 9 બેઠક પર જીત, કૉંગ્રેસનું વિપક્ષ પદ છીનવાયું

મોડાસામાં AIMIMએ કૉંગ્રેસ પાસેથી વિપક્ષ પદ છીનવ્યું.

Modasa Nagar Palika: મોડાસા નગરપાલિકાની 12 બેઠક પર ઓવૈસીની પાર્ટીએ ઉમેદવાર ઊભા રાખ્યા હતા, જેમાંથી નવ બેઠક પર પાર્ટીની જીત થઈ છે.

 • Share this:
  અરવલ્લી: તાલુક અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા (Nagar Palica)ની યોજાયેલી ચૂંટણી બાદ આજે પરિણામ જાહેર થયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકામાં AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen)ના નવ ઉમેદવારની જીત થઈ છે. આ સાથે જ ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા ઓવૈસીના પક્ષે મોડાસા નગરપાલિકામાં કૉંગ્રેસ (Congress) પાસેથી વિપક્ષનું પદ પણ છીનવી લીધું છે. મહાનગરપાલિકાની ચૂંટણી (Corporation Elections)માં જીત બાદ હવે નગરપાલિકાની ચૂંટણીમાં પણ ઓલ ઇન્ડીયા મજલીસ -એ-એતીહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીએ જીત નોંધાવી છે. મોડાસા નગરપાલિકાની 12 બેઠક પર ઓવૈસીની પાર્ટીએ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જેમાંથી નવ બેઠક પર પાર્ટીની જીત થઈ છે. આ રીતે મોડાસાના રાજકરણમાં AIMIMની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

  મોડાસા નગરપાલિકાના ચૂંટણી પરિણામની વાત કરવામાં આવે તો અહીં કુલ 36 બેઠકમાંથી 19 બેઠક ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે. જ્યારે આઠ બેઠક પર રાષ્ટ્રિય કૉંગ્રેસ અને નવ બેઠક પર AIMIMની જીત થઈ છે.

  આ પણ વાંચો: 'એ વગાડ...વગાડ...': ચૂંટણી પરિણામો બાદ નોટોનો વરસાદ, રાજકોટમાં 500-500 રૂપિયાની નોટો ઉડી

  AIMIMના જીતેલા ઉમેદવારો:

  1) વોર્ડ -6: શાહીદહુસેન મનસુરહુસેન બેલીમ (ગોલ્ડી)
  2) વોર્ડ -7: તબસ્સુમબાનું મુસ્તુફાભાઇ જેથરા
  3) વોર્ડ -7: નસીમબાનું મુસ્તુફામીયાં મલેક
  4) વોર્ડ -7: સીકંદરભાઇ યાકુબભાઇ સુથાર (રાજાબાબુ)
  5) વોર્ડ -7: મોહંમદ રફીક ઐયુબમીયા શેખ (રાહુલ)
  6) વોર્ડ -8: ફાતમાબેન મસલીમ ભાયલા
  7) વોર્ડ -8: જાહેદાબેન જાકીરહુસેન કાંકરોલિયા
  8) વોર્ડ -8: મહમંદ સોએબ મુસાભાઇ જેથરા (લાલાભાઇ વાયરમેન)
  9) વોર્ડ -8: બુરહાનુદ્દીન ઇસ્માઇલભાઇ ચગન (બુરહાન ચગન)

  આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી અમિત ચાવડાનું રાજીનામું

  પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું:

  અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર-10માં કૉંગ્રેસની કારમાં હાર થઈ છે. આ વોર્ડ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ગઢ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી આ વોર્ડમાં રહે છે. વોર્ડ નંબર 10માં ચાર બેઠકમાંથી ત્રણ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે, જ્યારે કૉંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે.

  અમરેલીમાં કૉંગ્રેસની હાર સાથે સાથે અહીં ત્રણ બેઠક પર આપના ઉમેદારોની જીત થઈ છે. જેમાં અમરેલી જિલ્લા પંચાયતની એક બેઠક પર આપના ઉમેદવારની જીત થઈ છે. આપના ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના પત્નીને હાર આપી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની દેવળીયા અને ભાડેર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.

  આ પણ વાંચો: પેટલાદ નગરપાલિકા ચૂંટણી: કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલનો કારમો પરાજય

  8,474 બેઠક પર પરિણામ:

  રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહીત કુલ 8,474 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2,720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. તાલુકા પંચાયતમાં ભાજપના 4, 652 ઉમેદવાર, કૉંગ્રેસના 4,594 ઉમેદવારો, આપના 1,067 ઉમેદવારો મેદાનમાં છે.

  2015નું ચૂંટણી પરિણામ:

  2015માં થયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી 23થી વધુ જિલ્લા પંચાયતો કૉંગ્રેસના ફાળે ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: