Home /News /north-gujarat /Aravalli Election Results 2022: કોંગ્રેસે પોતાનો ગઢ ગુમાવ્યો, અરવલ્લીમાં એક પણ સીટ ન મળી; બે ભાજપ તો એક બેઠક અપક્ષના નામે

Aravalli Election Results 2022: કોંગ્રેસે પોતાનો ગઢ ગુમાવ્યો, અરવલ્લીમાં એક પણ સીટ ન મળી; બે ભાજપ તો એક બેઠક અપક્ષના નામે

અરવલ્લી ચૂંટણી પરિણામ

Aravalli election result 2022 Updates: સાબરકાંઠા જિલ્લાની 4 વિધાનસભા બેઠક પર જંગ છે. થોડા જ સમયમાં મતગણતરી શરુ થઇ જશે. અહીં પાંચ ડિસેમ્બર એટલે બીજા ચરણમાં મતદાન થયું હતું.

    ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરુ થઇ ગઈ છે. અરવલ્લી જિલ્લાની કુલ 3 બેઠકો પર કોંગ્રેસ-ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુકાબલો છે. અરવલ્લી જિલ્લાની ત્રણ બેઠક પર 5 ડિસેમ્બરના રોજ એટલે બીજા તબક્કામાં મતદાન થયું હતું. અરવલ્લીની ત્રણે બેઠક પર કોંગ્રેસનો દબદબો છે.

    અરવલ્લી વિધાનસભા બેઠકનું પરિણામ

    • ભિલોડા: ભાજપના પી.સી બરંડાની 90396 વોટથી જીત

    • મોડાસા: ભાજપના ભીખુસિંહ પરમારની 98475 વોટથી જીત

    • બાયડ: અપક્ષના ધવલસિંહ ઝાલાની 67078 વોટથી જીત


    મોડાસાથી ભાજપના ભીખુભાઈ પરમારે જીત નોંધાવી છે, મોડાસા વિધાનસભા બેઠક અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા લોકસભા બેઠક હેઠળની બેઠક છે. આ બેઠક 2012થી કોંગ્રેસ પાસે હતી. આ બેઠક પર ભાજપે ફરી વાપસી કરી છે.

    • અરવલ્લીમાં એક પણ સીટ ન મળી; બે ભાજપ તો એક બેઠક અપક્ષના નામે

    • બાયડમાં કોંગ્રેસે ગુમાવી સીટ, અપક્ષ ઉમેદવારની ધવલસિંહ ઝાલાની 51402 મતથી જીત, આ બેઠક 2012થી કોંગ્રેસ પાસે હતી

    • ભિલોડાથી પૂનમચંદ છનાભાઈ બરંડાની જીત, આ બેઠક લાંબા સમયથી કોંગ્રેસ પાસે હતી

    • ભિલોડા અને મોડાસાની બેઠક પર ભાજપે કર્યો કબ્જો, કોંગ્રેસે પોતાનું ગઢ ગુમાવ્યું

    • ભાજપના ભીખુભાઇ પરમારની જીત, 2012થી કોંગ્રેસ પાસે હતી આ સીટ

    • મોડાસા, બાયડથી ભાજપ આગળ

    • ભિલોડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા


    મોડાસા વિધાનસભા પરિણામ


    મોડાસા બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થયું હતું. મોડાસા વિધાનસભા બેઠક અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા લોકસભા બેઠક હેઠળની બેઠક છે. આ બેઠક 2012થી કોંગ્રેસ પાસે છે. આ બેઠક પર ભાજપે તેમની વાપસી માટે ભીખુભાઈ ચતુરસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે રાજેન્દ્રસિંહ ઠાકોર અને આમ આદમી પાર્ટીએ રાજેન્દ્રસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા છે.

    બાયડ વિધાનસભા પરિણામ


    બાયડ બેઠક પર 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન થયું હતું. બાયડ વિધાનસભા બેઠક અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા લોકસભા બેઠક હેઠળની બેઠક છે. આ બેઠક 2012થી કોંગ્રેસ પાસે છે. આ બેઠક પર ભાજપે ભીખીબેન ગીરવંતસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલાને અને આમ આદમી પાર્ટીએ ચુન્નીભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

    ભિલોડા વિધાનસભા પરિણામ


    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. ભિલોડા (ST) બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થયું હતું. ભિલોડા વિધાનસભા બેઠક અરવલ્લી જિલ્લા હેઠળની બેઠક છે. આ બેઠક લાંબા સમયથી કોંગ્રેસ પાસે છે. આ બેઠક પર ભાજપે પૂનમચંદ છનાભાઈ બરંડાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસમાં રાજુ પારગી અને આમ આદમી પાર્ટીએ રૂપસિંહ ભગોડાને મેદાનમાં ઉતાર્યા છે.

    આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામો 2022 લાઈવ અપડેટ્સ
    Published by:Damini Patel
    First published:

    Tags: 2022 Assembly elections, Arvalli News, Gujarat Elections

    विज्ञापन
    विज्ञापन