EVMની સમસ્યા વચ્ચે અરવલ્લીમાં સરેરાશ 70 મતદાન

  • Share this:
અરવલ્લી જિલ્લમાં વહેલી સવારે મતદાનની શરૂઆત થઈ ગઈ હતી. જોકે, માત્ર એકથી બે જ કલાકમાં અરવલ્લી જિલ્લાના અલગ-અલગ ભાગમાંથી ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાયાના સંખ્યાબંધ કેસ સામે આવવા લાગ્યા હતા.

અરવલ્લી જિલ્લાના ઓવરઓલ સમાચાર અને ઈવીએમમાં ક્યાં સર્જાઈ ખામી તેના પર કરો એક નજર

બાયડ વિધાનસભા મતદાર યાદીમાં મોટો છબરડો આવ્યો બહાર
નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરનું નામ થયું ગાયબ
ભાજપના મહિલા કોર્પોરેટ શાહીનબાનું નું નામ થયું ગાયબ
મહિલા કોર્પોરેટર મતદાનથી વંચિત
અરવલ્લી જિલ્લામાં બે વાગ્યા સુધી ૪૭.૬૬ ટકા મતદાન
મોડાસા બેઠક પર ૪૮.૯૬ ટકા મતદાન
બાયડ બેઠક પર ૫૧.૨૦ ટકા બંમ્પર મતદાન
ભિલોડા બેઠક પર ઓછું ૪૩.૬૮ ટકા મતદાન નોંધાયું
અરવલ્લી જિલ્લાની 3 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ
ભિલોડા, મોડાસા અને બાયડ વિધાનસભા બેઠકો માટે 1041 પોલિંગ બુથ તૈયાર
તમામ બુથો પર 1041 ઇવીએમ અને VVEPT લગાવાયા
ત્રણે બેઠકો પર 10 હજારથી વધુ કર્મચારીઓ ફરજ પર
કાયદો અને વ્યવસ્થા માટે કુલ 5000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાતઅરવલ્લી જિલ્લામાં બે ઈવીએમ ખોટકાયાં
ધનસુરાના શિકા-૦૨ બુથ પર ઈવીએમ ક્ષત્રીગ્રસ્ત
મોડાસાના ઝાલોદરમાં ઈવીએમ ખોટકાયું
અધિકારીઓ દ્વારા તાબડતોડ ઈવીએમ ચાલુ કરવા કાર્યવાહી હાથ ધરાઈઅરવલ્લી જિલ્લામાં સાત બુથ પર EVM ખોટવાયા
બાયડ તાલુકામાં EVM બંધ
કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનું બટન દબતું ન હોવાનું સામે આવ્યું
ઉભરાણ,અજબપુરા,વજેપુરા,મદપુરા સહિતના ગામોમાં ગડબડી સામે આવી
શિકા અને ઝાલોદરમાં પણ ઈવીએમ ખોટકાયા
અધિકારીઓ દ્વારા ઈવીએમ ચાલુ કરવા કાર્યવાહી
અરવલ્લી જિલ્લામાં વધુ પાંચ EVM ખોટકાયાં
ભિલોડાના અંબાબાર,ધનસૌર અને ભટેડા બુથ ઉપર EVM ખોટકાયા
ભિલોડાના કોંગ્રેસના ઉમેદવાર અનિલ જોષીયારાએ કરી રજૂઆત
મોડાસાના ચોપડા અને મેઘરજના મોટી મોયડીમાં ઈવીએમ ખોટકાયું
જિલ્લામાં EVM ખોટકાવાના 11 બનાવો
અરવલ્લી 31 મોડાસા વિધાનસભામાં EVM ખોટાકાતા બદલી લેવાયા
સિક્કા અને જાલોદર ખાતે ઇવીએમ બદલીને મતદાન શરૂ કરી દેવાયા
અરવલ્લી જિલ્લામાં ૧૧૪ વર્ષની વૃદ્ધાએ કર્યું મતદાન
મેઘરજના રામગઢી ગામે 114 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું

મેઘરજના રામગઢી ગામે 114 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું

5 વાગ્યા સુધીના સરેરાશ આંકડા
અમદાવાદમાં સરેરાશ 65 ટકા મતદાન
ગાંધીનગરમાં સરેરાશ 65 ટકા મતદાન
અરવલ્લીમાં સરેરાશ 70 ટકા મતદાન
સાબરકાંઠામાં સરેરાશ 75 ટકા મતદાન
પાટણમાં સરેરાશ 68 ટકા મતદાન
બનાસકાંઠામાં સરેરાશ 75 ટકા મતદાન
ખેડામાં સરેરાશ 68 ટકા મતદાન
મહીસાગરમાં સરેરાશ 65 ટકા મતદાન
પંચમહાલમાં સરેરાશ 70 ટકા મતદાન
આણંદમાં સરેરાશ 72 ટકા મતદાન
દાહોદમાં સરેરાશ 59 ટકા મતદાન
મહેસાણામાં સરેરાશ 70 ટકા મતદાન
વડોદરામાં 65 ટકા મતદાન
છોટાઉદેપુરમાં સરેરાશ 62 મતદાન
First published: