Home /News /north-gujarat /

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી ઇડર બેઠક, કોણ જીતશે ઇડરીયો ગઢ ? જાણો જીતના ગણિત

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી ઇડર બેઠક, કોણ જીતશે ઇડરીયો ગઢ ? જાણો જીતના ગણિત

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ઇડર બેઠક

ઇડર વિધાનસભા ચૂંટણી 2022 (Idar Assembly Election 2022): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) મહાજંગ વચ્ચે કોણ જીતશે ઇડરીયો ગઢ? ભાજપના પ્રભુત્વવાળી આ બેઠક પર શું છે રાજકીય સમીકરણ? જાણો

  ઇડર વિધાનસભા ચૂંટણી (Idar Assembly election): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly election 2022) મહાજંગમાં કોણ જીતશે ઇડરિયો ગઢ? છેલ્લા અઢી દાયદાથી ઇડરિયા ગઢ પર ભાજપનું રાજ રહ્યું છે. હવે ગુજરાત ચૂંટણી 2022 માં ભાજપ પોતાનો દબદબો ટકાવી રાખવા મહેનત કરી રહ્યું છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ગઢ કબ્જે કરવા મથી રહ્યા છે. વર્ષ 1995 માં રમણલાલ વોરાએ અહીં જીત મેળવી ભાજપની જીતના શ્રીગણેશ કરાવ્યા હતા.

  સાબરકાંઠાની ઇડર વિધાનસભા બેઠક એસસી અંતર્ગત અનામત બેઠક ગણાય છે. આ બેઠક પર અગાઉ નરહરિ અમીન અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિતના ટોચના આગેવાનો ચૂંટાઈને આવ્યા છે. રમણલાલ વોરા આ બેઠક પર સતત પાંચ વખત ચૂંટાયા હતા. વર્તમાન સમયે પણ ઇડરમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે.

  અત્યારે ઈડરના ધારાસભ્ય તરીકે હિતુ કનોડિયા જવાબદારી સંભાળી રહ્યા છે. હિતુ કનોડિયાએ વર્ષ 2017ની ચૂંટણીમાં મણીભાઈ વાઘેલાને પરાસ્ત કર્યા હતા. એકંદરે આ બેઠક પર 1995થી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. તેના પરથી કહી શકાય કે, અત્યારે ઇડર બેઠક ભાજપના ગઢ સમાન છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસે ઘણી મહેનત કરવી પડશે.  અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, છેલ્લી બે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બહુ મોટી કહી શકાય તેવી સરસાઇથી જીત્યા નથી. વર્ષ 2017ની ચૂંટણીમાં હિતુ કનોડિયા હરીફ ઉમેદવાર મણીભાઈ સામે 14813 મતથી જીત્યા હતા. બીજી તરફ વર્ષ 2012ની ચૂંટણીમાં રમણલાલ વોરા કોંગ્રેસના ઉમેદવાર રામભાઈ સોલંકી સામે 11000 મતથી જીત્યા હતા.

  વર્તમાન સમયે ભાજપમાં ઘણા મૂરતિયા ઈડરની બેઠક પર નજર રાખીને બેઠા છે. સાબરકાંઠાની આ બેઠક કબજે કરવા ઘણા એસસી નેતાઓ મેદાનમાં હોવાનું જાણવા મળે છે. તાલુકા પંચાયતના સભ્યથી લઈને ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ ઈડરથી ગાંધીનગર પહોંચવા માગે છે.

  હિતુ કનોડિયા સામે સવાલ

  હિતુ કનોડિયા ગુજરાતી ફિલ્મ ક્ષેત્રના ટોચના કલાકાર છે. પરિણામે તેમની લોકચાહનાનો લાભ લઈ ભારતીય જનતા પાર્ટી તેમના પર પ્રયોગ કરી શકે છે. ગત ચૂંટણીમાં તેમને ઇડર બેઠક પર ટિકિટ આપવામાં આવતાં સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમના વિરુદ્ધ પોસ્ટર પણ લાગ્યા હતા. ત્યારે આગામી ચૂંટણીમાં તેઓને ઇડરના સ્થાને વડગામ, દસાડા અથવા દાણીલીમડામાંથી ઉભા રાખવામાં આવે તેવી અટકળો છે. હિતુ કનોડિયાને વડગામમાં જીગ્નેશ મેવાણી સામે ટિકિટ આપવામાં આવી શકે છે.

  ઇડરનો ઇતિહાસ

  ગુજરાતના ઇતિહાસમાં ઈડરીયા ગઢનુ અનેરુ મહત્વ છે. ગઢ પર તમામ ઘર્મના મંદિર, મસ્જીદ અને જૈન દેરાસર પણ આવેલા છે. અજેય ઇડરીયો ગઢ એ જીતનું પ્રતિક છે. ઇડર રાજ્ય એક રજવાડું હતું જેની સ્થાપના 1257માં થઈ હતી. તેના શાસકો રાઠોડ રાજપૂતો હતા. ઇડરના મૂળ શાસકો ભાલસુર કબીલાના કોળી હતા.

  ઈ.સ. 1942માં ઇડરને વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીનો ભાગ બનાવવામાં આવ્યું હતું. ઈ.સ. 1940ના દાયકાની શરૂઆતમાં તેને રાજપૂતાના એજન્સીમાં ખસેડવામાં આવ્યું હતું. 10 જૂન 1948ના દિવસે ઇડર ભારતીય સંઘનો ભાગ બન્યો. 1949માં તેનું વિસર્જન થયું અને તેનું તત્કાલીન સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લામ વિભાજન થયું. તે સમયે આ જિલ્લાઓ બોમ્બે રાજ્યનો હિસ્સો હતા. ત્યારબાદ ઈ. સ. 1960માં ગુજરાત રચાયું ત્યારે બંને જિલ્લાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

  ઇડર વિધાનસભા બેઠકનો વિસ્તાર

  વર્તમાન સમયે ઈડર વિધાનસભા બેઠક એસસી માટે અનામત છે. આ બેઠક હેઠળ ઇડર તથા વડાલી તાલુકાનો સમાવેશ થાય છે. આ બંને તાલુકામાં 200થી વધુ ગામડાઓ હોવાનું જાણવા મળે છે. સામાન્ય રીતે ઇડર બેઠક પર 2.20 લાખ જેટલા મતદારો મતદાન કરતાં હોય છે.

  Gujarat assembly election 2022 dwarka constituency

  બનાસકાંઠા જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે ઈડર બેઠકના મતદારો ખૂબ જ જાગૃત છે જેના કારણે ઇડર બેઠક પર જિલ્લામાં સૌથી વધુ મતદાન નોંધાય છે. આ બેઠક પર એસી દલિત 31,148, આદિજાતિ 10,466, મુસ્લિમ 20,762, ઠાકોર 46,984, રબારી 5,368, ચૌધરી 23,098, અન્ય 14,394, લેઉઆ પટેલ 2,800, કડવા પટેલ 36,504, બ્રાહ્મણ 8,381, જૈન 5862 મત છે.

  ભાજપ માટે રમણલાલે જીત્યો ગઢ

  ભાજપ આ બેઠક પર લાંબા સમયથી રાજ કરતો આવ્યો છે. ભાજપ માટે ઇડરમાં અચ્છે દિનની શરૂઆત રમણલાલ વોરાએ કરી હતી. તેઓ વર્ષ 1995માં પ્રથમ વખત ઇડરમાં જીત્યા હતા. રમણલાલ વોરા બેંકના કર્મચારી હતા. તેઓને બેંકમાંથી નોકરી છોડાવી રાજકારણમાં અમિત શાહ લાવ્યા હતા. વર્ષ 1995 બાદ વરસ 1998, વર્ષ 2002, 2007, 2012 પાંચ વખત ઇડર બેઠક ઉપરથી રમણલાલ વોરાએ વિજય મેળવ્યો હતો.

  આ દરમિયાન 2014માં રમણલાલ વોરાને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની ઓફર કરાઇ હતી પણ તેમણે સ્વીકારી નહીં. બાદમાં 2017માં ભાજપે રમણ વોરાને ઇડરના બદલે દસાડા બેઠક પર ચૂંટણી લડવા મોકલ્યા હતા. આ બેઠક પર તેઓ કોંગ્રેસના નૌશાદ સોલંકી સામે હારી ગયા હતા.

   ઇડર બેઠક ચૂંટણી પરિણામ

  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017હિતુ કનોડિયાભાજપ
  2012રમણલાલ વોરાભાજપ
  2007રમણલાલ વોરાભાજપ
  2002રમણલાલ વોરાભાજપ
  1998રમણલાલ વોરાભાજપ
  1995રમણલાલ વોરાભાજપ
  1990કરસનદાસ સોનેરીJD
  1985કરસનદાસ સોનેરીJNP
  1980એલ ડી પરમારકોંગ્રેસ (આઈ)
  1975કરસનદાસ સોનેરીNCO
  1972મનાભાઈ ભાંભીકોંગ્રેસ
  1967મનાભાઈ ભાંભીSWA
  1962ગોવિંદભાઈ ભાંભીકોંગ્રેસ

  ઇડર વિસ્તારની સમસ્યાઓ

  ઇડર વિધાનસભા મત વિસ્તાર હેઠળ અનેક ગામમાં હજી સુધી પૂરતા વિકાસ કામો થયા નથી. ઇડરના પશ્ચિમ વિસ્તારમાં આજે પણ પાણીનો પ્રશ્ન વિકરાળ છે. આ વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણીની સતત વધી રહી છે. જેથી આગામી સમયમાં મતદારો પાસે મત માંગવા જવા મુશ્કેલ પડશે. આ વિસ્તારના ધારાસભ્ય હિતુ કનોડિયા લોકોને મુલાકાત ન આપતા હોવાનો આક્ષેપ પણ થાય છે. એકંદરે લાંબા સમય સુધી શાસન કર્યા છતાં પણ ભાજપ આ બેઠક પર લોકોને સંતોષ થાય તેવા વિકાસકાર્યો કરી શક્યો નથી.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ |
  Published by:Hareshkumar Suthar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Idar

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन