Home /News /north-gujarat /Gujarat elections 2022: કોંગ્રેસનો ગઢ ગણાતી બાયડ બેઠકની ચૂંટણી રહેશે રસાકસીપૂર્ણ, જાણો બેઠક વિશે સંપૂર્ણ વિગતો

Gujarat elections 2022: કોંગ્રેસનો ગઢ ગણાતી બાયડ બેઠકની ચૂંટણી રહેશે રસાકસીપૂર્ણ, જાણો બેઠક વિશે સંપૂર્ણ વિગતો

Bayad assembly constituency : આ બેઠક પર કોંગ્રેસનુ વર્ચસ્વ રહ્યું છે. 1998થી 2012 સુધી બાયડનો રાજકીય ઈતિહાસ રોચક કહી શકાય. કેમ કે અહીં એક ટર્મ ભાજપના ધારાસભ્ય હતા, તો એક ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા હતા. અત્યાર સુધી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી માત્ર 3 વખત જીત મેળવી શકી છે

Bayad assembly constituency : આ બેઠક પર કોંગ્રેસનુ વર્ચસ્વ રહ્યું છે. 1998થી 2012 સુધી બાયડનો રાજકીય ઈતિહાસ રોચક કહી શકાય. કેમ કે અહીં એક ટર્મ ભાજપના ધારાસભ્ય હતા, તો એક ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા હતા. અત્યાર સુધી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી માત્ર 3 વખત જીત મેળવી શકી છે

વધુ જુઓ ...
Gujarat Assembly election 2022 :  ઉત્તર ગુજરાતમાં આવેલા અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકની વાત કરીએ, તો રાજકીય દ્રષ્ટિએ તે ખાસ ગણાય છે. અરવલ્લીની બાયડ બેઠકે રાજકીય રીતે અનેક ઉતાર-ચઢાવ જોયા છે. બાયડ હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ધવલસિંહ ઝાલાએ પક્ષ બદલતા લોકોએ પેટાચૂંટણીમાં તેમને જાકારો આપ્યો અને અહીં ફરીથી કોંગ્રેસ છવાયું. ત્યારે 2022ની ચૂંટણીમાં બાયડની જનતા કોને સાથ આપશે અને કોને જાકારો આપશે તે જોવાનુ રહેશે. આજના આર્ટિકલ અંતર્ગત આપણે ચર્ચા કરીશું કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાતી બાયડ બેઠક (Bayad assembly constituency) વિશે.

બાયડ વિધાનસભા બેઠક ( Bayad assembly seat)

બાયડ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું મુખ્ય મથક છે. બાયડ અરવલ્લી જિલ્લાનું સૌથી વિક્સીત નગર ગણાય છે. આ સાથે જ બાયડ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 32 નંબરની બેઠક છે. બાયડની વિધાનસભા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે.

બાયડ વિધાનસભામાં બે તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે, જેમાં બાયડ તાલુકા પંચાયતમાં ભાજપ અને માલપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. બાયડ વિધાનસભામાં બાયડ નગરપાલિકાનો સમાવેશ થાય છે, જ્યાં હાલ ભાજપ અને એનસીપીનુ ગઠબંધન શાસનમાં છે. બાયડ વિધાનસભા બેઠક પર કુલ 231000 જેટલા મતદારો છે, જેમાં 118817 પુરુષ મતદારો અને 112286 મહિલા મતદારો છે.

જાતિગત સમીકરણો

બાયડ વિધાનસભા બેઠક લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. આ બેઠકના જાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં પાટીદારો અને ઠાકોર ક્ષત્રિયોનું પ્રભુત્વ જોવા મળે છે. આ બેઠક પર ક્ષત્રિય ઠાકોર 126000, પાટીદાર 31000, ચૌધરી 9000, દલિત 12000, મુસ્લિમ 5000 અને અન્ય 43500 મતદારોનો સમાવેશ થાય છે.

રાજકીય સમીકરણો

આ બેઠક પર કોંગ્રેસનુ વર્ચસ્વ રહ્યું છે. 1998થી 2012 સુધી બાયડનો રાજકીય ઈતિહાસ રોચક કહી શકાય. કેમ કે અહીં એક ટર્મ ભાજપના ધારાસભ્ય હતા, તો એક ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા હતા. અત્યાર સુધી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી માત્ર 3 વખત જીત મેળવી શકી છે. જેમાં વર્ષ 1990, 1998 અને 2007ની વિધાનસભા ચૂંટણીઓ સામેલ છે. 2012માં આ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા.

હવે વાત કરીએ, 2017ની તો અહીં 2017ની ચૂંટણીમાં ધવલસિંહ ઝાલા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ જતા પેટાચૂંટણી યોજાઈ હતી. 2019માં બાયડ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી ઉમેદવારી કરી હતી અને કોંગ્રેસે જશુભાઈ પટેલને ટિકિટ આપી હતી. જોકે ધવલસિંહ ઝાલાને પ્રજાએ જાકારો આપ્યો હતો અને જશુભાઈનો વિજય થયો હતો.

આ પણ વાંચો - Gujarat Election: પ્રાંતિજ બેઠક પર ભાજપનો ભગવો, કોંગ્રેસે મતદારોને રિઝવવા કરવી પડશે મહેનત


હાર-જીતના સમીકરણ
વર્ષવિજેતા ઉમેદવારનુ નામપક્ષ
2019જશુભાઈ પટેલINC
2017ઝાલા ધવલસિંહINC
2012મહેન્દ્રસિંહ વાઘેલાINC
2007ઝાલા ઉદેસિંહBJP
2002સોલંકી રામજીસિંહINC
1998ડૉ. મહેન્દ્ર પટેલBJP
1995સોલંકી રામસિંહINC
1990સોલંકી ચંદ્રભાનસિંહBJP
1985સોલંકી રામજીસિંહIND
1980સોલંકી રામજીસિંહINC
1975રહેવર લાલસિંહNCO
1972રહેવર લાલસિંહNCO
1967રહેવર લાલસિંહSWA
1962રહેવર લાલસિંહSWA

પક્ષપલટાનો ઈતિહાસ

વર્ષ 2012 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી બાયડ વિધાનસભામાં 37900 મતોની સરસાઈથી વિજયી બનેલા મોટા નેતા અને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યા બાદ વર્ષ 2018માં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા. મહેન્દ્રસિંહ વાઘેલા અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. જોકે ભાજપ સાથે જોડાયાના માત્ર ત્રણ મહિના બાદ જ લોકસભાની ચૂંટણી પહેલા મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપનો સાથે છોડી દીધો હતો.

તો 2017ની વિધાનસભા ચૂંટણીના થોડા સમય બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પોતાના રાજકીય સાથીદાર ધવલસિંહ સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. જીતુ વાઘાણી દ્વારા ખેસ પહેરાવી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં બંનેને સામેલ કરવામાં આવ્યા હતા. જો કે 2019ની પેટાચૂંટણીમાં લોકોએ પક્ષપલટું ધવલસિંહને જાકારો આપ્યો હતો.

આ પણ વાંચો- Gujarat Assembly Election: મોડાસા બેઠક પર કોંગ્રેસની સત્તા જળવાઇ રહેશે? જાણો શું છે સ્થિતિ


બેઠકની સમસ્યા

સ્થાનિક મુદ્દાઓની વાત કરવામાં આવે તો રોજગારી, શિક્ષણનો મુદ્દો મહત્વનો છે. જનતાની સૌથી મોટી માંગ છે કે જિલ્લામાં સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવે, જેથી તમામ સારવાર જિલ્લામાં જ મળી રહે. ગામડાઓના વિસ્તારમાં પાણી સમયસર આવતું નહોવાથી સ્થાનિકોએ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરી આપવા સરકાર પાસે માંગ કરી છે. સાથે જ સમયસર હેન્ડપંપ રિપેર ન થતા હોવાની સ્થાનિક લોકોની રજૂઆત છે.

રોજગારી મળી રહે તે હેતુથી આ વિસ્તારમાં કોઈ કંપની અથવા જીઆઈડીસી સ્થપાય તેવી પણ માંગ ઉઠી છે. લોકોની પ્રાથમિક સુવિધાઓમાં અનેકની માંગ છે, જેમાં ગટર લાઈન પણ સામેલ છે. સાથે જ તેઓની ફરિયાદ પણ છે કે જ્યારે પણ તેઓ પોતાની ફરિયાદ લઈને જાય છે, ત્યારે અધિકારીઓ સંતોષકારક જવાબ આપતા નથી.

વિવાદો

વર્ષ 2018માં સ્થાનિક ધારાસભ્ય રહી ચૂકેલા ધવલસિંહ ઝાલા વિરુદ્ધ હસમુખ પટેલ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી. બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ માછીમારીના કોન્ટ્રાકટર પાસે 40 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હોવાની ફરિયાદ દાખલ થઇ હતી.

ફરિયાદની સાથે સાથે પુરાવા તરીકે વેપારીએ ધારાસભ્ય સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ પણ સબમીટ કરાવી હતી. ધવલસિંહ ઝાલાએ અગાઉ ગામના લોકોને ઉશ્કેરીને માછીમારીનું કામ બંધ કરાવી દીધું હતુ અને બાદમાં ફોન કરીને રૂ. 40 લાખની ખંડણી માંગી હતી.

આ ઉપરાંત અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સભ્યપદને પડકારતી અરજીના મુદ્દે અરજદારને 11 કરોડ રૂપિયાનું પ્રલોભન અપાયાનો આક્ષેપ પણ તેમના પર થયો હતો. કેસ કેસ પાછો ખેંચી લેવા તેમજ સુપ્રિમમાં અપીલ ન કરવાની માંગ બદલ 11 કરોડનું પ્રલોભન અપાયાનું કહેવામાં આવ્યું હતું.

વિધાનસભા ચૂંટણી 2022ના સમીકરણો

કોંગ્રેસનો ગઢ ગણાતી બાયડ બેઠક પર આગામી વિધાનસભામાં ચૂંટણીના સમીકરણો રસપ્રદ રહેશે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. આ વખતની ચૂંટણી રસાકસી ભરેલી અને ઐતિહાસિક રહેશે. અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નિવેદન આપી ચુક્યા છે કે, બીજા પક્ષમાંથી ભાજપમાં આવેલા નેતાઓ કરતા ભાજપના જૂના કાર્યકર્તા પર પ્રથમ પસંદગી ઉતારવામાં આવશે. ત્યારે ધવલ સિંહ ઝાલાની વિધાનસભાની ટિકિટ કપાય તો નવાઈ નહીં.

ઉમેદવારોની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખવા માટે પેટાચૂંટણીના વિજેતા ઉમેદવાર જશુભાઈ પટેલને ફરી એકવાર મેદાને ઉતારશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જેના ભાગ રૂપે જશુભાઈ પટેલે ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ પણ કરી દીધો છે.

જ્યારે બીજી તરફ આ બેઠક પર સતત હારનો સામનો કરતી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના પાટીદાર નેતા સામે પાટીદાર બહુમતી ધરાવતી આ બેઠક પર ગુજરાત કો-આપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (GCMMF) અને સાબર ડેરીના ચેરમેન શામળભાઈ બી. પટેલને વિધાનસભા ચૂંટણી 2022માં મેદાને ઉતારે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે બાયડ વિધાનસભા વિસ્તારના અને સહકારી માળખાના કદાવર નેતા શામળભાઈ સતત 2 વખતથી GCMMFના ચેરમેન પદે ચૂંટાતા આવ્યા છે. આ સાથે જ બેઠક પર પટેલોનું પ્રભત્વ હોવાને લઈને બંને પક્ષો પટેલ ઉમેદવારો મેદાને ઉતારે તેવી શક્યતા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
First published:

Tags: Assembly elections 2022, Bayad, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો