Godhkulla village hand grenade blast case: હેન્ડ ગ્રેનેડ જે તળાવમાંથી મળી આવ્યો હતો ત્યાં સર્ચ ઓપરેશન (Search operation at godhkulla village) હાથ ધરવામાં આવશે. તળાવમાં વિસ્ફોટકો છૂપાવવામાં આવ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.
અરવલ્લી: અરવલ્લીના ગોઢકુલ્લા ગામે (Godhkulla village) ખાતે હેન્ડ ગ્રેનેડમાં બ્લાસ્ટ (Hand Grenade blast) થયાના ખુલાસા બાદ યાત્રાધામ શામળાજી (Shamlaji temple security)ની સુરક્ષામાં વધારો કરવામાં આવશે. અરવલ્લી એસ.પી. (Arvalli police) તરફથી મંદિરની સુરક્ષા માટે એસ.આર.પી.ની એક ટુકડીની માંગણી કરવામાં આવી છે. બીજી તરફ હેન્ડ ગ્રેનેડ જે તળાવમાંથી મળી આવ્યો હતો ત્યાં સર્ચ ઓપરેશન (Search operation at godhkulla village) હાથ ધરવામાં આવશે. તળાવમાં વિસ્ફોટકો છૂપાવવામાં આવ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. હેન્ડ ગ્રેનેડ મામલે એક યુવકની અટકાત કરીને તેની પૂછપરછ કરવામાં આવી છે. બીજી તરફ ગઢકુલ્લા ગામ ખાતે તળાવમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો તે પ્રશ્નો ઠેરનો ઠેર રહ્યો છે. હાલ તપાસ એજન્સી આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે મૃતકની પત્નીનું પણ નિવેદન સામે આવ્યું છે.
હેન્ડ ગ્રેનેડમાં બ્લાસ્ટ થયો ત્યારે સ્થળ પર હાજર એકમાત્ર મૃતકના પત્નીનું કહેવું છે કે, તેમના ઘર આગળ હેન્ડ ગ્રેનેડ પડ્યો હતો. ગ્રેનેડની અંદર શું છે તે જોવા જતા બ્લાસ્ટ થયાનો દાવો મૃતકની પત્નીએ કર્યો છે. મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, "એ દિવસે હું અને મારી દીકરી અહીં હતા. હું છોકરીને લઈને બાજુમાં ઊભી હતી. બે મહિના પહેલા એ (હેન્ડ ગ્રેનેડ) પડ્યો હતો. એ ફોટો પાડીને લાવ્યા હતા. એ રક્ષાબંધનમાં ઘરે આવ્યા હતા. સાણસી લઈને મંડી પડેલા કે અંદરથી શું નીકળે છે. એવું જોવા ગયા ત્યારે હેન્ડ ગ્રેનેડ ફૂટી ગયો હતો."
યાત્રાધામ શામળાજી
શું બનાવ બન્યો હતો?
અરવલ્લી જિલ્લાના ગોઢકુલ્લા ગામ (Godhkulla village) ખાતે ચાર દિવસ પહેલા થયેલા ભેદી ધડાકા મામલે (Mysterious blast at Arvalli) બુધવારે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડ (Hand granade)થી થયો હોવાનો ખુલાસો થયો છે. આ બ્લાસ્ટમાં એક યુવાન અને બાળકીનું મોત થયું હતું. ફોરેન્સિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ હેન્ડ ગ્રેનેડ મૃતક યુવકને તળાવમાંથી મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારના લોકો પણ બનાવ સ્થળ ખાતે દોડી આવ્યા હતા. જે બાદમાં પોલીસ અને ફૉરેન્સિક ટીમે (Forensic team) તપાસ શરૂ કરી હતી. અરવલ્લી સરહદ પર આવેલો જિલ્લો છે. રાજસ્થાન ગુજરાતને જોડતા આ જિલ્લાના ટ્રાઇબલ વિસ્તાર (Tribal area) હેન્ડ ગ્રેનેડ કેવી રીતે પહોંચ્યો તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં બે લોકોનાં મોત.
'ભેદી ધડાકા' બાદ બેનાં મોત: અરવલ્લી જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામ ખાતે 29 ઓગસ્ટના રોજ ભેદી ધડાકો થયો હતો. આ ધડાકામાં એક યુવક અને બાળકીનું મોત થયું હતું. તપાસ બાદ આ ધડાકો હેન્ડ ગ્રેનેડથી થયો હોવાનો ખુલાસો થવા પામ્યો છે. એવી પણ વિગતો સામે આવી છે કે મૃતક યુવકને હેન્ડ ગ્રેનેડ છ મહિના પહેલા એક તળાવમાંથી મળી આવ્યો હતો. જેને તેણે પોતાના ઘરમાં રાખી મૂક્યો હતો. ગઢકુલ્લા ખાતે થયેલા ભેદી બ્લાસ્ટમાં ઘરના મોભી એવા 32 વર્ષનાં રમેશભાઈ લાલજીભાઈ ફણેજાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બ્લાસ્ટનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના બે કિલોમીટર વિસ્તારમાં સંભળાયો હતો. જેના પગલે આસપાસના વિસ્તારોમાં ડરનો માહોલ છવાયો હતો.
મૃતક યુવકે હેન્ડ ગ્રેનેડ સાથે ફોટોગ્રાફી કરી હતી.
ફોટોગ્રાફી કરી: એવી પણ વિગતો મળી છે કે યુવકે હેન્ડ ગ્રેનેડને પોતાની કમર સાથે બાંધીને ફોટોગ્રાફી પણ કરી હતી. આ અંગેની તસવીરો પણ સામે આવી છે. જે બાદમાં યુવકે નાના બાળકો વચ્ચે છેલ્લા છ મહિનાથી આ હેન્ડ ગ્રેનેડને પોતાના ઘરમાં રાખી મૂક્યો હતો.
બ્લાસ્ટ થયું તે સ્થળ
પીન કાઢતા બ્લાસ્ટ: છ મહિના પહેલા મૃતક યુવક અને અન્ય યુવકને મળી આવેલો લીલા રંગનો હેન્ડ ગ્રેનેડ મૃતકે પોતાના ઘરમાં રાખી મૂક્યો હતો. 28 ઓગસ્ટના રોજ યુવકે સાણસી વડે હેન્ડ ગ્રેનેડની પીન કાઢી હતી. જે બાદમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં યુવક અને બાળકનું મોત થયું છે.
હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો: યુવકને તળાવમાંથી મળી આવેલો હેન્ડ ગ્રેનેડ તળાવ સુધી કેવી રીતે પહોંચ્યો તે પણ મોટો પ્રશ્ન છે. અરવલ્લી સરહદી જિલ્લો હોવાથી તેમજ ટ્રાઇબલ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હોવાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે પોલીસે મૃતક યુવક અને અન્ય એક સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર