અરવલ્લી: અરવલ્લીના ગોઢકુલ્લા ગામ ખાતે હેન્ડ ગ્રેન્ડ બ્લાસ્ટ (Hand grenade blast) કેસની તપાસ ચાલી રહી છે ત્યારે વધુ એક આઘાતજનક સમાચાર આવ્યા છે. એવી માહિતી મળી છે કે હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મોતને ભેટનાર રમેશ ફણેજા (Ramesh Faneja) નામના યુવકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મૃતકને નાનાભાઈએ ગઢકુલ્લા ગામ (Godhkulla village) ખાતે જ ઝાડ સાથે લટકીને ગળેફાંસો (Suicide) ખાઈ લીધો છે. પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે 29 વર્ષીય કાંતિભાઈ ફણેજા (Kantibhai Faneja)એ પોલીસ તરફથી સતત કરવામાં આવતા દબાણથી કંટાળીને આપઘાત કર્યો છે. હેન્ડ ગ્રેન્ડ બ્લાસ્ટમાં બે લોકોનાં મોત થયા હતા. હવે મૃતકના ભાઈએ આપઘાત કરી લેતા પરિવાર માથે જાણે કે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
શું બનાવ બન્યો હતો?
અરવલ્લી જિલ્લાના શામળાજી (Shamlaji)ના ગોઢકુલ્લા ગામ ખાતે 28 ઓગસ્ટના રોજ ભેદી ધડાકો (Mysterious blast) થયો હતો. આ ધડાકામાં એક યુવક અને બાળકીનું મોત થયું હતું. તપાસ બાદ આ ધડાકો હેન્ડ ગ્રેનેડથી થયો હોવાનો ખુલાસો થવા પામ્યો છે. એવી પણ વિગતો સામે આવી છે કે મૃતક યુવકને હેન્ડ ગ્રેનેડ છ મહિના પહેલા એક તળાવમાંથી મળી આવ્યો હતો. જેને તેણે પોતાના ઘરમાં રાખી મૂક્યો હતો. ગઢકુલ્લા ખાતે થયેલા ભેદી બ્લાસ્ટમાં ઘરના મોભી એવા 32 વર્ષનાં રમેશભાઈ લાલજીભાઈ ફણેજા (Rameshbhai Laljibhai Faneja)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બ્લાસ્ટનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના બે કિલોમીટર વિસ્તારમાં સંભળાયો હતો. જેના પગલે આસપાસના વિસ્તારોમાં ડરનો માહોલ છવાયો હતો.
પત્નીનું નિવેદન
હેન્ડ ગ્રેનેડમાં બ્લાસ્ટ થયો ત્યારે સ્થળ પર હાજર એકમાત્ર મૃતકના પત્નીનું કહેવું છે કે, તેમના ઘર આગળ હેન્ડ ગ્રેનેડ પડ્યો હતો. ગ્રેનેડની અંદર શું છે તે જોવા જતા બ્લાસ્ટ થયાનો દાવો મૃતકની પત્નીએ કર્યો છે. મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, "એ દિવસે હું અને મારી દીકરી અહીં હતા. હું છોકરીને લઈને બાજુમાં ઊભી હતી. બે મહિના પહેલા એ (હેન્ડ ગ્રેનેડ) પડ્યો હતો. એ ફોટો પાડીને લાવ્યા હતા. એ રક્ષાબંધનમાં ઘરે આવ્યા હતા. સાણસી લઈને મંડી પડેલા કે અંદરથી શું નીકળે છે. એવું જોવા ગયા ત્યારે હેન્ડ ગ્રેનેડ ફૂટી ગયો હતો."
યાત્રાધામ શામળાજીની સુરક્ષામાં વધારો થશે
અરવલ્લીના ગોઢકુલ્લા ગામે (Godhkulla village) ખાતે હેન્ડ ગ્રેનેડમાં બ્લાસ્ટ (Hand Grenade blast) થયાના ખુલાસા બાદ યાત્રાધામ શામળાજી (Shamlaji temple security)ની સુરક્ષામાં વધારો કરવામાં આવશે. અરવલ્લી એસ.પી. (Arvalli police) તરફથી મંદિરની સુરક્ષા માટે એસ.આર.પી.ની એક ટુકડીની માંગણી કરવામાં આવી છે. બીજી તરફ હેન્ડ ગ્રેનેડ જે તળાવમાંથી મળી આવ્યો હતો ત્યાં સર્ચ ઓપરેશન (Search operation at godhkulla village) હાથ ધરવામાં આવશે.
એવી પણ વિગતો મળી છે કે યુવકે હેન્ડ ગ્રેનેડને પોતાની કમર સાથે બાંધીને ફોટોગ્રાફી પણ કરી હતી. આ અંગેની તસવીરો પણ સામે આવી છે. જે બાદમાં યુવકે નાના બાળકો વચ્ચે છેલ્લા છ મહિનાથી આ હેન્ડ ગ્રેનેડને પોતાના ઘરમાં રાખી મૂક્યો હતો. જે બાદમાં 28 ઓગસ્ટના રોજ યુવકે સાણસી વડે હેન્ડ ગ્રેનેડની પીન કાઢી હતી, જેનાથી જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં યુવક એક બાળકીનું મોત થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર