મોડાસા : ધો.10ની વિદ્યાર્થિનીનું એક દિવસનાં તાવ બાદ શાળામાં મોત થયું

News18 Gujarati
Updated: August 14, 2019, 9:41 AM IST
મોડાસા : ધો.10ની વિદ્યાર્થિનીનું એક દિવસનાં તાવ બાદ શાળામાં મોત થયું
પ્રતિકાત્મક તસવીર

મોડાસાની જે.બી.શાહ ઇન્ગલીશ મીડિયમ સ્કૂલની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત નીપજતા અરેરાટી વ્યાપી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મોડાસાની જે.બી.શાહ ઇન્ગલીશ મીડિયમ સ્કૂલની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત નીપજતા અરેરાટી વ્યાપી છે. વિદ્યાર્થીનીને શાળામાં અચાનક ચક્કર આવતા વિદ્યાર્થિની પટકાતા મોત નીપજ્યું હતું.

આ મામલે મળતી માહિતી પ્રમાણે મોડાસાની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતી, ચેતનકુમાર કનૈયાલાલ શાહની 15 વર્ષની દીકરી જે.બી.શાહ શાળામાં અભ્યાસ કરતી હતી. મંગળવારે તે શાળાથી ઘરે આવી રહી હતી ત્યારે જ તેને ચક્કર આવ્યાં હતાં. જે બાદ તે નીચે પટકાઇ હતી. તેની સાથેની અન્ય વિદ્યાર્થિનીઓએ પરિવારને જાણ કરી અને તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જોકે તેને હોસ્પિટલ લઇ ગયા બાદ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો :  અમદાવાદના વિવાદિત ડૉ. સોની સામે વધુ એક ફરિયાદ, સોલા પોલીસે તપાસ હાથ ધરી

અચાનક વ્હાલસોયી દીકરીની મોત નીપજતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું હતું. હોસ્પિટલમાં જ આક્રંદનાં દ્રશ્યો સર્જાયા હતા. 15 વર્ષની દીકરીને એક દિવસ પહેલા તાવ આવ્યો હતો. જેના કારણે તેને ચક્કર અને કમજોરી લાગતી હતી. આ અંગે અનેક લોકો વિવિધ વાતોની ચર્ચાઓ કરી રહ્યાં છે.
First published: August 14, 2019, 9:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading