હાર્દિક પટેલ, અરવલ્લી : અરવલ્લી (Arvalli) જીલ્લાના ધનસુરા તાલુકાના (Dhansura) આકરુંદ (Akrund) ગામે રહેતા એક પરિવારના ઘરે 10 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથીયારો (Weapons) અને લાકડીઓ લઇને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અને યુવતીનું અપહરણ (Kidnapping) કરી ને લઈ જતા ધનસુરા પોલીસ સહીત જીલ્લા એલ સીબી ની ટીમો ધ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 21મી સદીમાં જ્યાં પ્રેમ લગ્નોએ સમાજ અને રીતરિવાજના વાડા તોડી નાખ્યા છે ત્યાં અરવલ્લીના આ ગામની ઘટનાઓ જાણીને આશ્ચર્ય થશે. અહીંયા પ્રેમ પ્રકરણમાં જ ખૂની ખેલ ખેલાયો છે. જોકે, ઘટનાનો લાઇવ વીડિયો (Live Video) સોશિયલ મીડિયામાં ઘૂમ વાયરલ (Viral) થઈ રહ્યો છે.
આકરુંદ ગામે રહેતા એક યુવકે (Youth) યુવતીનાં પ્રેમ સબંધ (Love Marriage) મામલે યુવતીના સગા તેમજ કેટલાક અન્ય શખ્સો એ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ લઈ ને આકરુંદ ગામે વહેલી સવારે યુવકના ઘરે ધસી આવ્યા હતા અને લાકડીઓ અને ચપ્પા વડે હુમલો કર્યો હતો.
અરવલ્લી : પ્રેમ પ્રકરણમાં થયેલા હુમલાનો Live Video , યુવતીના સંબંધીઓ યુવકના ઘરે આવી તૂટી પડ્યા pic.twitter.com/vOvVPicArk
અચાનક થયેલા આ હુમલાના કારણે યુવકના પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે બનેલી ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હુમલામાં યુવકના પિતાને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખેસડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ધનસુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
ઘટનાની ગંભીરતા ને જોતા જીલ્લા એલસીબી પીઆઈ એલસીબીની ટીમ સાથે આકરુન્દ ખાતે દોડી આવ્યા હતા અને ઘટનાની તપાસ શરુ કરી હતી.યુવતીને છોડાવવા માટે ધનસુરા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરુ કરવામાં આવી છે.આ મામલે યુવકના પરિવારે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
સમગ્ર ઘટનાના કારણે અરવલ્લી જિલ્લામાં સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. વોટ્સએપ પર હુમલાનો વીડિયો તેજગતિએ પ્રસરાવા લાગ્યો અને જોતજોતા ઘટના વાયરલ થઈ ગઈ છે. હાલમાં ગામમાં અજંપાભરી શાંતિ છે, પોલીસ યુવતીને શોધવાના પ્રયાસો કરી રહી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર