અરવલ્લી : લૂંટારૂ ગેંગે બસ રોકીને ચલાવી બે લાખ રૂ.ની લૂંટ, 3 મુસાફરો ઘાયલ

News18 Gujarati
Updated: November 11, 2019, 9:55 AM IST
અરવલ્લી : લૂંટારૂ ગેંગે બસ રોકીને ચલાવી બે લાખ રૂ.ની લૂંટ, 3 મુસાફરો ઘાયલ
આ લૂંટારાઓની ગેંગમાં આશરે 10થી 15 લોકો હોવાનું યાત્રાળુઓ કહી રહ્યાં છે.

જેમાં 3 યાત્રિકો ગંભીર રીતે ઘાયલ છે જેમને ગાંધનગર હૉસ્પિટલમાં રીફર કરાયા છે.

  • Share this:
હાર્દિક પટેલ, અરવલ્લી : મોડાસાનાં વોટડા ટોલટેક્સ પાસે પુષ્કરથી પાછી ફરી રહેલી યાત્રાળુઓ ભરેલી લક્ઝરી બસમાંથી બે લાખ રુપિયાનાં મત્તાની લૂંટ ચલાવી હતી. જેમાં 3 યાત્રિકો ગંભીર રીતે ઘાયલ છે જેમને ગાંધીનગર હૉસ્પિટલમાં રીફર કરાયા છે. આ લૂંટારાઓની ગેંગમાં આશરે 10થી 15 લોકો હોવાનું યાત્રાળુઓ કહી રહ્યાં છે. હાલ ફરાર લૂંટારૂંગેંગને પોલીસે ઝડપવાની કામગીરી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે મોડાસાનાં વોટડા ટોલટેક્સ પાસે 56 મુસાફરો ભરેલી બસ પુષ્કરમાં દર્શન કરીને પરત આવી રહી હતી. આ મુસાફરો ગાંધીનગરનાં હતાં અને તેઓ પરત ગાંધીનગર જઇ રહ્યાં હતાં. આ દરમિયાન તેમની બસમાં 15 જેટલા લૂંટારાઓએ બસમાં ચઢીને મુસાફરો સાથે મારપીટ કરીને લૂંટ ચલાવી હતી. આ લૂંટારાઓએ બે લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી, જેમાં મુસાફરોનો સામાન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. આ મારપીટ અને લૂંટમાં 3 યાત્રીઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઇજાગ્રતોને ગાંધીનગર હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે. આ દરમિયાન મુસાફરોએ લૂંટારાઓને માર મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતાં.

આ લૂંટારાઓની ગેંગમાં આશરે 10થી 15 લોકો હોવાનું યાત્રાળુઓ કહી રહ્યાં છે.


આ ઘટના બાદ મુસાફરો ડરી ગયા હતાં અને નજીકનાં વોટડા ટોલકેક્સ પર પહોંચીને પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ તરત ત્યાં આવીને આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મુસાફરો સાથે પૂછપરછ શરૂ કરી છે. પોલીસ હાલ ટોલ ટેક્સનાં સીસીટીવી ફૂટેજ અને મોટા વાહનોની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો : પોલીસવાળા *** અને પૈસા ખાવાવાળા છે : બુટલેગરે પોલીસ સ્ટેશનમાં ધમાલ કરી

થોડા મહિના પહેલા પણ વડોદરામાં આવી ઘટના સામે આવી હતી. એમ.આર.ટ્રાવેલ્સની લકઝરી બસને હાઈવે પર એલએન્ડટી કંપની પાસે આંતરીને બોલેરો જીપમાં આવેલા આરોપીઓએ ઊભી રાખી હતી. બસ માલિકને માર મારી રોકડા 40 હજાર રોકડા, સોનાની ચેઈન તથા અન્ય એક પેસેન્જરનો સામાન પણ લૂંટી લીધો હતો.
First published: November 11, 2019, 9:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading