Home /News /north-gujarat /ગાંધીનગર : ત્યજી દેવાયેલું બાળક સચિન દીક્ષિત નામના વ્યક્તિનું, CCTVથી મળી ગાડીની ભાળ

ગાંધીનગર : ત્યજી દેવાયેલું બાળક સચિન દીક્ષિત નામના વ્યક્તિનું, CCTVથી મળી ગાડીની ભાળ

ગાંધીનગરમાં તરછોડાયેલા બાળકના માતાપિતાને સફેદ સેન્ટ્રો કારના આધારે શોધી કાઢવામાં આવ્યા હોવાની વિગતો

Gandhinagar Abandoned Child Case : ગાંધીનગરમાં તરછોડાયેલું બાળક સફેદ કલરની સેન્ટ્રો કારમાં બાળકને લવાયો હોવાનું બહાર આવ્યું

ગાંધીનગર : પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળા નજીકથી ગઇકાલે રાત્રે મળી આવેલ બિનવારસુ બાળકના (Gandhinagar Abandoned child case Update) પિતાનું નામ સચીન દીક્ષિત (Sachin Dixit Father of Gandhinagar Abandoned Child) હોવાનું સામે આવ્યું છે . ગઈ કાલ રાત્રિથી આજે આખો દિવસ ભારે ચર્ચા જગાવનાર આ કિસ્સામાં નવો વળાંક આવ્યો છે . પોલીસે પેથાપુરથી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી . જેમાં પોલીસે ટેકનિકલ અને અન્ય સોર્સના મદદથી તમામ (Gujarat Police Find parents of Abandoned child) ગતિવિધિઓ તેજ બનાવી દીધી હતી . પોલીસે પેથાપુર આવવા જવાના તમામ રસ્તામાં આવતા સીસીટીવી (CCTV Video of Abandoned Child) ફૂટેજ ચેક કર્યા હતા જેમાંથી પોલીસે એક સફેદ કલરની સેન્ટ્રો કારને (Santro Car of Abandoned child father) પકડી પાડી છે . હાલ કાર કબજે કરી છે અને મળી આવેલ બાળકના પિતાનું નામ સચીન દીક્ષિત હોવાનું સામે આવ્યું છે .

સચિન દિક્ષિત સંભવત: પિતા - પોલીસે હવે દીક્ષિત નામના વ્યક્તિના ડેટા હાથ વગા કરવા કવાયત હાથ ધરી છે . બનાવને જોવા જઈએ તો પોલીસે કેસ 90 ટકા ઉકેલી પાડયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે . જોકે હવે પ્રશ્ન એ થાય છે કે કારમાં આવેલ વ્યક્તિ જ દિક્ષિત હતો કે તેણે અન્ય કોઈ વ્યક્તિની મદદથી બાળકને મૂક્યું છે તે અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે .

આ પણ વાંચો : ગાંધીનગર : તરછોડાયેલા બાળકના પિતાને પોલીસે શોધી કાઢ્યો, ઘરકંકાસમાં ત્યજ્યું હોવાની આશંકા

સફેદ કલરની સેન્ટ્રો કારમાં બાળકને લવાયો હોવાનું બહાર આવ્યું

પોલીસે ઘટના બાદ 400થી વધુ સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા તેમાંથી ત્રણ વાહનો તેમને દેખાયા હતા જેમાંથી એક સફેદ કલરની સેન્ટ્રો કારમાં બાળકને લવાયો હોવાનું બહાર આવ્યું છે. જોકે કાર કયા જિલ્લાની આરટીઓ રજિસ્ટ્રેટેડ છે તે હજી બહાર આવ્યું નથી . આ બાળકનો પરિવાર ગાંધીનગરની ગ્રીન સિટીમાં રહેતો હોવાની વિગતો સામે આવી છે અને પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસમાં જ બાળકને તરછોડી દેવાયો હોવાની આશંકા છે.

પોલીસ આ મામલે કોઈ સચિન દિક્ષિત નામના ગ્રીનસિટીના મકાનમાં તપાસમાં કરી રહી છે જોકે આ ઘરમાંથી કોણ કોણ મળી આવ્યું તેની સત્તાવાર માહિતી આપવામાં આવશે.

આ પણ વાંચો : ગાંધીનગર : તરછોડાયેલા બાળક 'શિવાંશ'નો પિતા સચિન દિક્ષીત કોણ છે? બહાર આવી કહાણી



સંધવીએ આપ્યા હતા તપાસના આદેશ

અગાઉ આ અંગે ન્યૂઝ18ગુજરાતીએ રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સાથે પણ વાત કરી હતી. તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે, આ બાળકના અપરાધીઓને જલ્દીમાં જલ્દી શોધી નાંખવામાં આવશે. આ સાથે ન્યૂઝ18ગુજરાતીની પણ અપીલ કરી હતી કે, આ બાળકની તસવીર બને તેટલી વધારે શેર કરો જેથી આ બાળકને તેના માતાપિતા મળી જાય. જોકે, ગુજરાત પોલીસે આ બાળકના માતાપિતાની ઓળખ કરી કાઢી છે
First published:

Tags: Child, Gandhinagar News, ગાંધીનગર, હર્ષ સંઘવી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો