અરવલ્લી: ઘરમાં લાગેલી આગની ઝપેટમાં કાર પણ સળગી

ઘરમાં લાગેલી આગની ઝપેટમાં કાર પણ સળગી

ધનસુરાના વખતપુરા ગામે ઘરમાં આગ લાગી હતી, જેના કારણે દોડધામ મચી ગઇ હતી

 • Share this:
  હાર્દિક પટેલ, અરવલ્લી: ગરમીને કારણે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ધનસુરાના વખતપુરા ગામે ઘરમાં આગ લાગી હતી. જેના કારણે દોડધામ મચી ગઇ હતી.

  અચાનક જ ઘરમાં આગ લાગતાં ગામના લોકો ભેગા થઇ ગયા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ગ્રામજનો દ્વારા પાણીની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.

  આ પણ વાંચો: રાજ્યમાં કાળઝાળ ગરમી પડતાં શાકભાજીના ભાવમાં ઉછાળો


  જોકે, આગમાં ઘર બળી ગયું હતું, પરંતુ સાથે જ બાજુમાં પડેલી કાર પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી. ઘરમાં આગ કેવી રીતે લાગી, તે અંગે કોઇ માહિતી સામે આવી નથી.
  Published by:Azhar Patangwala
  First published: