અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં હવે ટૂંકા વસ્ત્રો સાથે મંદિરમાં નહીં મળે પ્રવેશ

અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં હવે ટૂંકા વસ્ત્રો સાથે મંદિરમાં નહીં મળે પ્રવેશ
શામળાજી મંદિર.

આવા વસ્ત્રો પહેરીને આવતા પુરુષ દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ તરફથી ધોતી-પીતાંબર તેમજ મહિલાઓ માટે લેંઘા જેવા લાંબા વસ્ત્રોની વ્યવસ્થા કરવામાં આવી છે.

 • Share this:
   હાર્દિક પટેલ, અરવલ્લી: અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના મંદિર ( Shamlaji temple)માં આજથી ટૂંકા વસ્ત્રો (Short clothes) પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ (Shree Shamlaji Vishnu Mandir Trust) દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકી ચડ્ડી, બરમુડો અથવા ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

  આવા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પુરુષો માટે ધોતી તથા પીતાંબર વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. મહિલાઓ માટે પણ લેંઘા જેવા લાંબા વસ્ત્રોની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઇ છે. ભગવાન શામળીયાના દર્શન કરવા માટે આવતાં યાત્રિકો માટે આ નિયમ આજથી અમલી કરવામાં આવ્યો છે.  આ પણ વાંચો: World Sleep Day 2021: શું આઠ કલાક ઊંઘની માન્યતા ભ્રામક છે? કોને કેટલી ઊંઘ જરૂરી?

  ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી હજારો પ્રવાસીઓ શામળાજી મંદિર ખાતે આવતા હોય છે. લોકો ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્ય બનતા હોય છે, ત્યારે હવે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં એક મર્યાદા સાથે સંકૃતિનું પાલન થાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાંથી અલગ અલગ સ્થળો પરથી આવતા શ્રદ્ધાળુઓ બરમુડા, સ્કર્ટ જવા ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા હોય છે. આ કારણે મંદિરમાં અન્ય લોકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાતા હોય છે.

  આ પણ વાંચો: ગાડી નવી હોય કે જૂની, ફિટનેસ ટેસ્ટ વગર રસ્તા પર નહીં દોડી શકે, જાણો આખો મામલો  આ પણ વાંચો: સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક: આ છે સૌથી વધુ વળતર આપતા વિકલ્પો

  સમગ્ર મામલો શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ધ્યાન આવતા ટ્રસ્ટની બેઠકમાં ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શન પર પ્રતિબંધનો નિર્ણંય લેવામાં આવ્યો છે. હવે જો કોઈ પ્રવાસી ટૂંકા વસ્ત્રો પહેરીને આવશે અને દર્શન કરવા હશે તો તેને પીતામ્બરી આપવામાં આવશે. મહિલાઓ માટે પણ અલગ કપડાંની વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન સન્મુખ દર્શન કરવા આવતા યાત્રિકો ભગવાનનું સન્માન જળવાય તેવા કપડાં પહેરે તેવી આશા મંદિર ટ્રસ્ટ રાખી રહ્યું છે. આ અંગે મંદિરના પ્રવેશદ્વારા પર એક બોર્ડ પર લગાવી દેવામાં આવ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published:March 19, 2021, 14:10 pm

  ટૉપ ન્યૂઝ