અરવલ્લી: ધામણી નદીમાં પૂરથી એક ગામ સંપર્ક વિહોણું, 30 બાળકો ફસાયા

News18 Gujarati
Updated: July 7, 2018, 7:41 AM IST
અરવલ્લી: ધામણી નદીમાં પૂરથી એક ગામ સંપર્ક વિહોણું, 30 બાળકો ફસાયા
News18 Gujarati
Updated: July 7, 2018, 7:41 AM IST
અરવલ્લી જિલ્લાની ધામણી નદીમાં પૂર આવતા બાયડનું ચપલાવત ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને 30 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. ચપલાવત ગામના વિદ્યાર્થીઓ નદીને બીજે પાર શાળામાં ગયા હતા. આ સમયે ભારે વરસાદના કારણે ધામણી નદીમાં એકાએક પૂર આવતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેથી શાળાએ ગયેલા 30 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં ફસાઈ ગયા છે. બાળકો ફસાતા તેમના માતા-પિતા ચિંતાતુર બન્યા છે.

ભારે વરસાદથી ધામણી નદીમાં ઘણી વખત પૂર આવી જાય છે. ઘણી વખતે નદીમાં પૂરના કારણે આ ચપલાવત ગામ સંપર્કવિહોણું બની જાય છે. શુક્રવારે પણ આવી જ ઘટના બની હતી. બાળકો સવારે જ્યારે ધામણી નદીને પાર શાળાએ ગયા ત્યારે પાણી ન હતું. જોકે સાંજે પરત ફરતી વખતે એકાએક નદીમાં પૂર આવી ગયું હતું. આ કારણે 30 જેટલા બાળકો શાળામાં ફસાઈ ગયા છે. ગામનો લોકો તેમની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
First published: July 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...